માત્ર ૨૦ જ મિનિટમાં ઓલટાઈમ હાઈ ઉપરથી પાંચ ટકા ગબડયો
ડિજિટલ કરંન્સી બીટકોઈન ઘણા સમયથી રોકાણકારોમાં હોટપેવરીટ રહ્યું છે. ટુંકાગાળામાં બીટકોઈનના માધ્યમથી અનેક રોકાણકારો માલામાલ થઈ ગયા છે. અલબત ગઈકાલે બીટકોઈનમાં થયેલા કડાકાથી રોકાણકારોનાં હૃદય થંભી ગયા હતા.
ડિજિટલ કરંન્સી બીટકોઈન તાજેતરમાં પ્રથમ વખત ૭ હજાર ડોલર (અંદાજે ‚રૂ.૪.૫૧ લાખ)ને પાર થઈ ગઈ હતી. એક જ વર્ષમાં બીકોઈનના ભાવ પાંચ ગણા વધી ગયા હતા. કીપ્ટોકરંસી તરીકે ઓળખાતા બીટકોઈનમાં ગઈકાલે ૫ ટકાનો કડાકો બોલી ગયો હતો. ભાવ ૬૮૦૦ ડોલર સુધી પહોચી ગયા હતા. તે અગાઉ બીટકોઈનના ભાવ ૭૮૮૮ની સપાટી કુદાવી ચૂકયા હતા આ બીટકોઈનનો સોફટવેર અપગ્રેડ કરવાથી થયું હોવાનું માલુમ થાય છે. અગાઉ પણ બીટકોઈનમાં ૩૫ ટકા સુધીનો તોતીંગ કડાકો થયો હોવાનું જાણવા મળે છે. માત્ર એક જ અઠવાડીયામાં ૭ ટકા સુધી ઘટાડો થતા બીટકોઈનમાં રોકાણકારો રોકાણ કરવા સતર્ક રહ્યો છે.
ભારતમાં બીટકોઈન ઉપર પ્રતિબંધ મૂકવા માટે અનેક વખત ભલામણ થઈ છે.સરકાર આ માટે વિચારાધીન છે. ભારતમાં કિપ્ટોકરન્સી ઉપર પ્રતિબંધ મૂકવા માટે ગઠીત પેનલ દ્વારા ડીલરો ઉપર લગામ લગાવવાનું સુચન કરવામાં આવ્યું છે. ભારતમાં હાલ બીટકોઈનના ભાવ ૪.૯૦ લાખની આસપાસ છે. જે ગત વર્ષે ૧.૭૮ લાખ હતા હાલ વર્ચુઅલ કરન્સીનું ટ્રેડીંગ મોટા પ્રમાણમાં થઈ ગયં છે. ભારતમાં પણ આ ટ્રેડીંગ પ્રત્યે આકર્ષણ વધ્યું છે.