સાંસદ મોહનભાઈ કુંડારીયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટની ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર ખાતે ગુજરાતમાં પ્રથમ વખત મોડેલ જી-20 કોન્ફરન્સનું આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું. આ કોન્ફરન્સમાં ક્લાઈમેટ ચેન્જ થીમ પર આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓએ વિવિધ દેશોનું પ્રતિનિધિત્વ કરીને ભવિષ્યમાં ક્લાઈમેટમાં થનાર ફેરફારો પર ગહન ચર્ચા કરી હતી.
તેમજ મોડેલ જી-20નું આયોજન કરવાનો મુખ્ય હેતુ સ્પષ્ટ કર્યો હતો., જેમાં વિદ્યાર્થીઓ અને યુવાનોમાં આત્મવિશ્વાસનો સંચાર કરવામાં આવશે. વિશ્વમાં માનવજીવનને પડકારરૂપ વિવિધ મુદ્દાઓ પર સંશોધનો થકી વધુ સચોટ નિર્ણયો અને તારણો મેળવવા પ્રયત્નશીલ બનીને પોતાના કૌશલ્યને પારખીને ઈચ્છિત દિશા મેળવવાનો હતો.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટી નરેન્દ્રભાઇ દવે, જ્યુરી મેમ્બર્સ શ્રેય જોશી, વિવેક બરછા, હિયા ભગદેવ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં મેનેજમેન્ટ, લોજિસ્ટિક્સ અને ફોટોગ્રાફી હિમાદ્રી, હેમાત્રી, અર્થ, મયંક, વિવેક, ગૌરવ, અંશભાઈ ભારદ્વાજ, રિચા ભગદેવ અને આર્કિટેક્ચરના ફેકલ્ટી રિધ્ધિબેન શાહના માર્ગદર્શનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું