લાતી પ્લોટ, શનાળા રોડ સહિતના નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
મોરબી નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે. કચરા કલેક્શન હોય કે સીટી બસની સેવા હોય કે છેવાડાના વિસ્તારમાં પીવાના પાણી પહોંચાડવાની વાત હોય કે શેરી ગલીઓમાં લાઈટ કે ગટરના ઉભરાતા પાણીની સમસ્યા તમામ સમસ્યા ઉકેલવામાં ભાજપનુ શાસન હોય કે વહીવટદારનુ શાસન હોય તમામમાં પ્રજા પરેશાન જ રહેલ છે
મોરબી નગરપાલિકા દ્વારા પ્રી મોનસુનની કામગીરી કેવી કરવામાં આવી તે મોરબીમાં પડેલ પ્રથમ વરસાદમાં લીરે લિરા ઉડાવી દીધા હોય તેવો ઘાટ સર્જાયો છે
આજે જ્યાં જોવો ત્યાં પાણી ભરાઇ ગયા છે. પ્રજાના ટેક્ષના લાખો રૂપિયા પ્રી મોનસુનની કામગીરી કરી પણ એ કામગીરી વરસાદી પાણીના નિકાલ માટે કામ ના આવી તેવી પ્રથમ વરસાદમાં જોવા મળી લાતી પ્લોટ હોય કે સામાં કાંઠાના વિસ્તારો હોય કે છેવાડાના વિસ્તારો હોય તમામ રોડ રસ્તાઓ પર વરસાદ બંધ થઈ ગયા પછી પણ પાણીનો નિકાલ થઈ શકતો ન હતો.
મોરબીના ધારાસભ્ય વારંવાર મોટી મોટી વાતો કરી પ્રજાને સુવિધા આપવાની ગુલબાંગો ફેકે છે પણ પાલિકા ઘારાસભ્ય પાસે સુવિધા આપવાની નક્કર નીતિ નથી. તેમ પ્રજા માને કારણ કે હજી તો ચોમાસાની શરૂઆત જ છે ત્યારે જો મોરબીની આવી હાલત હોય તો આવો વરસાદ આવશે ત્યારે મોરબી શહેરની કેવી હાલત રહેશે તે પ્રજા જાણવા માગે છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહા મંત્રી મહેશ રાજ્યગુરુની યાદી જણાવે છે