18 દિવસીય ઉપક્રમમાં ભારતભરના જયોર્તિલિંગો આવરી લેવાશે
સુપ્રસિઘ્ધ રામપારાયણ કથાકાર મોરારીબાપુ જળ, જમીન, વાયુ, જેઇલ સહિત વિવિધ સ્થળોએ રામપારાયણ રામ સંદેશો લહેરાવી ચુકયા છે. તેમાં એક વધુ દુર્લભ યોગથી જયોતિલિંગો સ્થળે એક દિવસીય રામકથા આયોજન કરાઇ રહ્યું છે.સામાન્ય રીતે નવ દિવસ કે સાત દિવસ રામપારાયણ કથા યોજાતી જ રહે છે.તા. રર જુલાઇથી શરુ થનારી જયોતિલિંગ રામકથા 18 દિવસ સુધી જુદા જુદા જયોતિલિંગ સ્થળોએ અલગ અલગ દિવસોએ ચાલશે.અને કથા શ્રોતાજનો સ્પેશ્યલ રેલવે દ્વારા મુસાફરી કરશે એટલે કે બનારસના વિશ્ર્વનાથ ભગવાનના જયોતિલિંગ કથા પૂર્ણ થાય એટલે બીજા દિવસે સવારે અન્ય જયોતિલિંગ પહોંચી ત્યાં કથા કરાશે.
આમ દરેક જયોતિલિંગમાં 1ર દિવસ કથા ગાન અને બાકીના દિવો મુસાફરીના રહેશે. કુલ 18 દિવસ પછી કથા સોમનાથમાં તા. 7-8-2023 ના રોજ વિરામ પામશે અને છેલ્લે ચિત્રકુટ ધામ તલગાજરડા દર્શન કરી તા. 8-8-23 ના રોજ ટ્રેનનો છેલ્લો સ્ટોપ દિલ્હી હશે. આમ દરેક જયોતિલિંગો એક એક દિવસ એમ 1ર દિવસો કથાના હશે.
ભારતના ચાર મુખ્ય યાત્રાધામોને આ કથાના સ્થળમાં આવરી લેવાયા છે.કથા શ્રવણ શ્રોતાઓ આઇ.આર.ટી.સી. ટ્રેન મુસાફરી કરી આ કથા લાભ મેળવશે. કુલ મળીને 8000 કિલોમીટરની આ યાત્રા 7 ઓગષ્ટના રોજ જયોતિલિંગ ભગવાન શ્રી સોમનાથ ખાતે સમાપન થશે.આ કથાના યજમાન તરીકે ઇન્દોરના આદેશ ટ્રસ્ટ સંસ્થા આયોજન કરાઇ રહ્યું છે. આમ રર જુલાઇથી 7 ઓગષ્ટ દરમ્યાન બાર જયોતિલિંગ સ્થળોએ એક દિવસીય કથા રહેશે.