બોટાદ માકેટીંગ યાર્ડમાં એક મણ જીરાનો ભાવ રૂ. 13050 બોલાયો
જીરાના ભાવમા આગઝરતી તેજી જોવા મળી રહી છે. રોજ જીરી નવા ભાવના રેકોર્ડ બનાવી રહ્યું છે. સૌરાષ્ટ્રના બોટાદ માકેટીંગ યાર્ડમાં એક મણ જીરાના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ રૂ. 13050 ની સપાટીએ પહોંચી જવા પામ્યા છે. રાજકોટ માકેટીંગ યાર્ડમાં ગઇકાલે જીરાનો ભાવ રૂ. 1ર હજારે પહોંચી ગયો હતો.
ગુજરાતમાં થરાદ માકેટીંગ યાર્ડમાં ગઇકાલે ર0 કિલો જીરાના ભાવ સૌથી હાઇએસ્ટ રૂ. 13555 એ પહોંચી ગયા હતા. જયારે બોટાદમાં પણ જીરાના રૂ. 13050 માં વેચાયું હતું. રાજકોટ માકેટીંગ યાર્ડમાં ર0 કિલો જીરાના ભાવ રૂ. 10400 થી લઇ રૂ. 1ર000 બોલાયા હતા. જસદણ માકેટીંગ યાર્ડમાં જીરાનો ભાવ રૂ. 9500 થી લઇ રૂ. 1ર000, વાંકાનેર માકેટીંગ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 8000 થી 12000 બોલાયો હતો. હળવદ માકેટીંગ યાર્ડમાં જીરાનો ભાવ રૂ. 10000 થી 12780 બોલાયો હતો. જયારે જીરાનું પીઠુ ગણાતા ઉંઝા માકેટીંગ યાર્ડમાં ર0 કિલો જીરાના જીરાના ભાવ રૂ. 10000 થી 12025 બોાલાયા હતા.