ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર બને તે ચિંતાજનક: ગુજરાતમાં એક લાખની વસતી વચ્ચે બ માત્ર 127 પોલીસકર્મી !!!
છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં 64561 હજાર કીલો ડ્રગ્સ, 986 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 72978 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા
વિશ્વ ડ્રગ્સ દિવસ ડ્રગ્સ-નશાકારક પદાર્થોથી દુર રહેવા લોકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી થાય છે ત્યારે ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સના ફુલેલો ફાલેલો કારોબારને કારણે રાજ્યના યુવાનોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર જણાવ્યું હતું કે રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાય અને ભાજપ સરકાર વાહવાહી લુટે પરતું પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે? છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં 64561 હજાર કીલો ડ્રગ્સ પકડાયુ, જયારે 986 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 72978 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે.મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે.
ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા પ્રમાણે રાજ્યના 17 લાખ 35000 પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે 1 લાખ 85 મહિલાઓમાં પણ ડ્રગ્સની બંધાણી છે જે દર્શાવે છે ગુજરાતમાં કયા હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્ર્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા અને એપી સેન્ટર બને તે ચિંતા જનક છે રાજ્યમાં સરકાર પાસે આ ડ્રગ્સની બદીને નાથવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નહી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશનાં પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે 196 પોલીસ જવાનની જરૂર જેની સામે હાલ માત્ર 152 પોલીસ જવાન છે.
ગુજરાતમાં પ્રતિલાખ જનસંખ્યા પ્રમાણે 174 પોલીસ જવાન હોવા જેઇએ જેની સામે ગુજરાતમાં પ્રતિલાખ માત્ર 117 પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા પોલીસ જવાન છે. નશામુક્તિ અભીયાન, અવેરનેસ એક્ટીવીટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઈ લડતી સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે.