મોરબી અને મુંદ્રામાં સાડા ત્રણ ઇંચ, વઢવાણમાં 3 ઇંચ, લીંબડીમાં અઢી ઇંચ, અંજાર, પોરબંદર, ટંકારા, રાણાવાવમાં બે ઇંચ: અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાં માત્ર ઝાપટા
સૌરાષ્ટ્ર-કચ્છમાં અવિરત મેઘકૃપા વરસી રહી છે. ગઇકાલે પણ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે પ્રથમ રાઉન્ડમાં વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ સૌરાષ્ટ્રમાં કાચુ સોનું વરસતા જગતાત ખુશખુશાલ થઇ ગયો છે. આજે સવારથી અનેક વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે.
ચોમાસાના આરંભ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ અનરાધાર વરસાદ વરસ્યો છે. કચ્છના મુંદ્રામાં 89 મીમી વરસાદ પડ્યો છે. અંજારમાં 53 મીમી, ભૂજમાં 29 મીમી અને માંડવીમાં 15 મીમી વરસાદ વરસી ગયો હતો. કચ્છ રિજીયનમાં 67.33 ટકા વરસાદ પડી ગયો છે.
સુરેન્દ્રનગર
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં 15.94 ટકા વરસાદ પડી ગયો છે. વઢવાણમાં 78 મીમી, લીંબડીમાં 40 મીમી, થાનગઢમાં 40 મીમી, ધ્રાંગધ્રામાં 32 મીમી, દસાડામાં 24 મીમી, સાયલામાં 15 મીમી, ચુડામાં 15 મીમી, મુળીમાં 13 મીમી અને ચોટીલામાં 7 મીમી વરસાદ પડ્યો છે.
રાજકોટ
રાજકોટ જિલ્લામાં આજ સુધીમાં સિઝનનો 21.34 ટકા વરસાદ પડી ગયો છે. જામકંડોરણામાં 34 મીમી, જેતપુરમાં 31 મીમી, ધોરાજીમાં 20 મીમી, પડધરીમાં 18 મીમી, ઉપલેટામાં 16 મીમી વરસાદ પડ્યો છે.
મોરબી
મોરબી જિલ્લામાં સિઝનનો કુલ 26.01 ટકા વરસાદ પડી ગયો છે. મોરબી શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 84 મીમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ટંકારામાં 48 મીમી, વાંકાનેરમાં 25 મીમી વરસાદ વરસ્યો હતો.
જામનગર
જામનગર જિલ્લામાં આજ સુધીમાં સિઝનનો 30.06 ટકા વરસાદ પડ્યો છે. જામજોધપુરમાં 35 મીમી અને ધ્રોલમાં 10 મીમી વરસાદ વરસી ગયો હતો.
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિઝનનો 40.47 ટકા વરસાદ વરસી ગયો છે. ભાણવડમાં 43 મીમી, ખંભાળીયામાં 25 મીમી, કલ્યાણપુરમાં 15 મીમી વરસાદ પડ્યો હતો.
પોરબંદર
પોરબંદર જિલ્લામાં સિઝનનો 25.54 ટકા વરસાદ વરસી ગયો છે. પોરબંદર શહેરમાં 53 મીમી, રાણવાવમાં 47 મીમી અને કુતિયાણામાં 37 મીમી વરસાદ વરસી ગયો છે.
જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 24.42 ટકા વરસાદ વરસી ગયો છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં 26 મીમી, માણાવદરમાં 25 મીમી, ભેંસાણમાં 19 મીમી, કેશોદમાં 18 મીમી, વંથલીમાં 15 મીમી અને વિસાવદરમાં 14 મીમી વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો કુલ 20.42 ટકા વરસાદ પડ્યો છે.
વઢવાણમાં છ મકાનની દિવાલ ધરાશાયી
નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
વઢવાણમાં શિયાણીની પોળ પાસે પ્રથમ વરસાદે જ 6 મકાનોની દિવાલ ધરાશાયી થવા પામી હતી. જોકે આ દુર્ઘટનામાં જાનહાની થવાના કોઇ અહેવાલ મળ્યા નથી. સુરેન્દ્રનગર, વઢવાણમાં 3 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ઝાલાવાડ પંથકમાં વિધિવત ચોમાસાની શરૂઆત રૂપે વરસાદે સટાસટી બોલાવી દીધી છે. રવિવારે સાંજે મુળી તાલુકામાં 18 મી.મી. અને સાયલા તાલુકામાં 52મી.મી. (બે ઈંચ) વરસાદ પડયા બાદ ગઈકાલે સોમવારે સવારથી જ મેઘાવી માહોલ છવાયો હતો ધ્રાંગધ્રા તાલુકામાં ધીમીધારે 32મી.મી. જેટલો એટલે કે સવાઈંચ વરસાદ નોંધાયો હતો.
લમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર વર્મા જ્યારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે આજે 4:30 વાગ્યાની આસપાસના સમયમાં અચાનક હવામાન પલટાયુ હતું અને અચાનક વાતાવરણમાં બદલાવ આવતા વરસાદ વરસવાનો શરૂ થયો હતો ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં તેમજ જિલ્લા અને તાલુકા મથક હોય વરસાદ વરસવાનો શરૂ થયો વન પણ જાણવા મળે છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ શરૂ થયો છે ત્યારે ખેડૂતો ધરતીપુત્રમાં પણ હર્ષની લાગણી છવાઈ જવા પામી છે અને હાલમાં ખેડૂતો સમયસર વરસાદ હોવાનું પણ જણાવી રહ્યા છે અને ખેડૂતો વધુમાં એવું જણાવ્યું હતું કે એ લોકોએ આગોતરું વાવેતર કર્યું છે એમના માટે ખૂબ જ ફાયદાકારક વરસાદ ગણાવાય અને જિલ્લામાં મોટાભાગના ખેડૂતો આગોદરા વાવેતર કરતા હોય છે ત્યારે હાલમાં વરસાદ જ્યારે વરસવાનો શરૂ થયો છે
સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સારા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રાજકોટ જિલ્લાના 7 સહિત ર0 જળાશયોમાં પાણીની આવક
મોજ, ફોફળ, આજી-1, આજી-3, સોડવદર, ન્યારી-ર, મચ્છુ-1, મચ્છુ-ર, ડેમી, બ્રાહ્મણી, ફુલઝર, ડાઇમીણસર, ઉંડ અને ફુલઝર સહિતના ડેમની જળ સપાટીમાં વધારો
સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં પણ પાણીની આવક થઇ રહી છે. રાજકોટ જીલ્લાના સાત સહિત 20 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. જળાશયોની સપાટીમાં સતત વધારો થતા હવે જળ સંકટ થોડું હળવું થઇ રહ્યું છ. હજી ત્રણ દિવસ રાજયમાં મઘ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના મોજ ડેમમાં 0.62 ફુટ, ફોફળ ડેમમાં 0.30 ફુટ, આજી-1 ડેમમાં 0.30 ફુટ, આજી-ર ડેમમાં 0.16 ફુટ, આજી-3 ડેમમાં 1.02 ફુટ, સોડવદરમાં 0.66 ફુટ અને ન્યારી-ર ડેમમાં 0.98 ફુટ પાણીની આવક થવા પામી છે. જિલ્લાના જળાશયોમાં 22.64 ટકા પાણી સંગ્રહિત થઇ ગયું છે.
આ ઉપરાંત મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.39 ફુટ, મચ્છુ-ર ડેમમાં 0.20 ફુટ, ડેમી-ર ડેમમાં 0.16 ફુટ, બ્રાહ્મણી-ર ડેમમાં 0.49 ફુટ પાણીની આવક થવા પામી છે. જિલ્લાના 10 જળાશયોમાં 26.02 ટકા પાણી સંગ્રહિત છે. જામનગર જીલ્લાના ફુલઝર-1 ડેમમાં 0.10 ફુટ, ડાઇ મીણસરમાં 0.33 ફુટ, ઉંડ-1 માં 0.26 ફુટ, ફુલઝર (કોબા)માં 0.56 ફુટ, પાણીની આવક થવા પામી છે.
જામનગર જિલ્લાના રર જળાશયોમાં 23.24 ટકા પાણી સંગ્રહિત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ધી ડેમમાં 0.33 ફુટ અને વેરાડી-ર ડેમમાં 1.64 ફુટ પાણીની આવક થવા પામી હતી. દ્વારકા જિલ્લાના ડેમમાં માત્ર 6.93 ટકા જળ જથ્થો સંગ્રહિત છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગવો-1 કનાયકા)માં 0.59 ફુટ, ફલકુ ડેમમાં 0.16 ફુટ પાણીની આવક થવા પામી છે. સુરેન્દ્રનગર જીલ્લાના 11 ડેમમાં 22.17 ટકા પાણી સંગ્રહિત છે.ચોમાસાના આરંભે જ જળાશયોમાં નવા નીરની આવક શરુ થઇ જવા પામી છે. જે ખુબ જ સારી નિશાની છે.