એજન્ટોને કમિશન ચૂકવતી વીમા કંપનીઓ ઉપર જીએસટીની તવાઈ

જીએસટી સહિત આવકવેરા વિભાગ પણ સંયુક્ત રીતે ઓપરેશનમાં જોડાયું 

વીમા લેતા અને લેવડાવવાળા ઉપર હવે જોખમ ખૂબ વધી ગયું છે. જ નહીં આ તમામ વીમા કંપનીઓ દ્વારા જે નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે તેના ઉપર આવકવેરા વિભાગની બાજ નજર હોવાનું પણ સામે આવ્યું છે માત્ર આવકવેરા વિભાગ જ નહીં પરંતુ જીએસટી વિભાગ પણ હાલ આ કાર્યમાં જોડાયું છે. કરચોરી કરતી અનેક કંપનીઓ ઉપર આવકવેરા વિભાગ બાજ નજર રાખી રહ્યું છે.

જીએસટી અને આવકવેરા વિભાગની નજર પડતા જ સર ચોપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે હવે આ પ્રકારની અન્ય કંપનીઓ ઉપર પણ વધુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં. તમામ આવકવેરા વિભાગની કંપનીઓ ઉપર જે કાર્યવાહી ચાલી રહી છે તે બાદ તે તમામના જવાબ પણ લેવામાં આવશે અને આ તમામ કંપનીઓ ઉપર આકરા પગલા લેવામાં આવે તો નવાઈ નહીં. દેશની લગભગ ટોચની તમામ વીમા કંપનીઓને ટૂંક સમયમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઓડિટમાંથી પસાર થવું પડી શકે છે. ટેક્સ સત્તાધીશો વીમા કંપનીઓની વ્યાપાર પ્રથાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગે છે. આ સાથે તપાસ કરવામાં આવશે કે કંપનીઓ ટેક્સમાં ગેરરીતિ આચરે છે કે નહિ.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ ૧૫ વીમા કંપનીઓ અને તેમના મધ્યસ્થીઓની બોગસ બિલો ઊભા કરવા અને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ગેરકાયદેસર દાવો કરવા માટે તપાસ કરી રહી છે. અત્યાર સુધી તમામ વીમા કંપનીઓ અને સંબંધિત વચેટિયાઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને તેમને કારણ બતાવો નોટિસ મોકલવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે આ વાતને ધ્યાને લઈ જીએસટી વિભાગ દ્વારા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્સીયલ ને 492 કરોડ રૂપિયા ની નોટિસ ફટકારવામાં આવી છે. આ પૂર્વે 190 કરોડ રૂપિયા ની ચુકવણી કરી હતી પરંતુ જ્યારે 492 કરોડ માટેની જે શોકોઝ નોટીસ જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવી છે તે બાદ કંપની હવે અપીલમાં જાય તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.