કૌટુંબિક શખ્સે પાંચ વર્ષ પહેલાં આપેલા બે લાખ રૂપિયા માંગી છરી ઝીંકી
શહેરના ભોમેશ્વરવાડીમાં રહેતા યુવાન ઉપર રૂપિયાની ઉઘરાણીમાં કૌટુંબિક સગાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આશરે ચાર-પાંચ વર્ષ પહેલા લીધેલા રૂપિયાની ઉઘરાણીમાં રૈયાધાર મફતિયાપરામાં રહેતા બહેનના જેઠએ યુવક પર ખૂની હુમલો કર્યો હતો. હાલ યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ ભોમેશ્વરવાડી સાધના એપાર્ટમેન્ટમાં રહેતા જાફરભાઇ ઉર્ફે અકરમભાઇ ઇકબાલભાઇ કીડીયા (ઉ.વ.35)એ રૈયાધાર મફતિયાપરામાં રહેતા તૌફીક બસિર ખાખુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગઇ કાલે બપોરના સાડા ચારેક વાગ્યાના અરસામા જાફરભાઇ તથા તેનો મિત્ર દિપક ભાઇ બન્ને રાજકોટ એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે કામ સબબ ગયા હતા. ત્યારે મોટી બહેન રેશ્માબેનના જેઠ તૌફીક બસીર ખાખું જેઓ રૈયાધાર મફતિયાપરા શાંતીનગરના ગેઇટની સામે ભંગારના ડેલા પાસે રહે છે, જાફરભાઇને ફોન આવેલ અને આજથી ચાર-પાંચ વર્ષ પહેલા તેમની પાસેથી બે લાખ રૂપીયા લીધેલ હતા.
જેની માંગણી કરેલ હતી. જેથી જાફરભાઇએ કહ્યું કે હું તમારા ઘરે આવુ છું.જે બાદ જાફરભાઇ અને મિત્ર દિપક બન્ને જણા તૌફીકના ઘરે જવા નીકળી ગયેલ હતા. ત્યા પહોંચતા આ તૌફીક તેમના ઘરની બહાર ફળીયામા બેઠા હતા અને આ તેને જાફરભાઇને જોઇને ઉભા થઇ ગયેલ અને ગાળો દેવા લાગેલ. જેથી જાફરભાઇએ ગાળો દેવાની ના પાડતા તૌફીકભાઇ ઉશ્કેરાઇ ગયેલ અને વધુ ગાળો દેવા લાગેલ. અને કહેવા લાગેલ કે આજે તો તને મારી જ નાખવો છે. તેમ કહી આ તૌફીક દોડીને તેમના ઘરમા ગયેલ અને ધારદાર છરો લઇ બહાર આવેલ અને ગળુ પકડી ગળાના પાછળના ભાગે આ છરો રાખી મને કહેલ કે આજે તો તને મારી જ નાખવો છે, તેમ કહી મારા ગળાના પાછળના ભાગે આ છરો મારી દીધેલ. બાદમાં તૌફીકએ જાફરભાઇને જણાવેલ કે તુ જીવતો રહીશ તો પણ તને મારી નાખીશ.