કપાસમાં ટેકાનો ભાવ વધતા ખેડૂતોને ફાયદો થશે : 19 જૂન સુધીમાં કપાસનું વાવેતર 6.90 લાખ હેક્ટર સુધી પહોંચ્યું
આફતરૂપી બીપરજોય વાવાઝોડું કપાસ માટે આશીર્વાદરૂપ નીવડ્યું છે કારણ કે વાવણી લાયક વરસાદ વરસતા જ ખેડૂતોએ વાઈટ ગોલ્ડ એટલે કે કપાસનું વાવેતર કરી દીધું છે અને ગત વર્ષની સરખામણીમાં 18 ટકાનો વધારો નોંધાયો છે. હલો વર્ષાઋતુ બેસતા ની સાથે જ ગુજરાતમાં 6.90 લાખ હેક્ટર માં કપાસનું વાવેતર કરી દેવામાં આવ્યું છે એટલું જ નહીં સરકારે કપાસ ઉપર ટેકાનો ભાવ વધારી દેતા ખેડૂતોને પણ ઘણો ફાયદો પહોંચ્યો છે. કપાસ અને મગફળી માટે આગોતરું વાવેતર અત્યંત ઉપયોગી અને લાભદાય નીવડે છે કારણ કે સારો એવો વરસાદ થાય તો કપાસના પાકને ઘણો ફાયદો મળે છે.
ગુજરાતમાં ગઇ કાલથી વરસાદ શરૂ થઇ ગયો છે અને હવે ચોમાસુ બેસવાની આગાહી કરવામાં આવી છે ત્યારે આ ચોમાસુ પણ સારૂ રહેશે તે આશાએ ખરીફ પાકના વાવેતરમાં 5.27 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે આ સમયગાળામાં ગુજરાતમાં ચોમાસુ પાકનું કુલ વાવેતર 10,24,422 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે વધીને 10,78,409 હેકટર થઇ ગયું છે. હવે ધરતીપુત્રો ચોમાસુ શરુ થાય અને શ્રીકાર વર્ષા વરસે તેની રાહમાં છે. હાલ ધીમી ધારે પડતો વરસાદ પાક માટે ખૂબ જ ફાયદાકારક છે. હજી ગત સપ્તાહે જ સૌરાષ્ટ્રમાં મોટા પાયે વાવેતર થયું છે. વરસાદના રૂપમાં ખરીફ પાક પર કાચું સોનું વરસી રહ્યું છે તેમ ખેડૂતો જણાવી રહ્યાં છે.
ગુજરાતમાં ખરીફ પાકનું વાવેતર તો બે સપ્તાહથી શરૂ થઇ ગયુ છે. ગુજરાતમાં ગત વર્ષે 19 જૂન સુધીમાં સફેદ સોનુ઼ ગણાતા કપાસનું વાવેતર સર્વાધિક છે. કપાસનું ગુજરાતમાં કુલ વાવેતર 6,89,576 હેકટરમાં થયું છે. અત્યાર સુધીમાં જે ખેડૂતોએ કપાસ અને મગફળી સહિતના પાક માટે વાવેતર રહ્યું છે અને સાથે આંતરખેડ અને નિંદામણનું કામ પૂરું કરી લીધું છે. આ વાવેતર થયેલા છે તે પાકને વરસાદની તાતી જરૂર હતી અને ગત સપ્તાહે થયેલા વાવેતર પર કાચું સોનું વરસ્યું છે તેમ કહી શકાય. હજી વરસાદની આગાહી છે જેના કારણે પાકને ફાયદો થઇ જશે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસની આવક
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ઉઘડતી બજારે નવા કપાસની આવક થવા પામી છે. ઉનાળાની સીઝનમાં પાણીની સગવડતા હોય તેવા ખેડુતો કપાસનું વાવેતર કરતા હોય છે. જે હવે પાકી રહ્યા છે. જામનગર જીલ્લાના પ્રવિણભાઇ નામના ખેડુત 9 ભારી એટલે કે 14 મણ જેટલો નવો કપાસ લઇને વેંચાણ અર્થે બેડી સ્થિત રાજકોટ યાર્ડ ખાતે આવ્યા હતા. દલાલ એજન્સી પારસમણી મારફત આ કપાસની ખરીદી પરમ ટ્રેડીંગ દ્વારા કરવામાં આવી હતી. ર0 કિલો કપાસનો ભાવ રૂ. 1515 ઉપજયો હતો. આ વર્ષ કપાસનું વાવેતર પણ વઘ્યું છે. નવા કપાસની આવક શરુ થઇ જવા પામી છે.