48 વર્ષ પહેલાં સત્તા લાલસા માટે કટોકટી લાદી, લોકોના વાણી સ્વાતંત્ર્ય-બંધારણીય અધિકારો ઉપર પ્રતિબંધ મૂકી કોંગ્રેસે વિશ્વની સૌથી મોટી અને મહાન લોકશાહીને જેલમાં પુરી હતી: રાજુ ધ્રુવ
આવતીકાલે 25 જુનનો દિવસ દેશમાં લાદવામાં આવેલી કટોકટીની કડવી યાદોનો કાળો દિવસ છે તેમ જણાવી ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 25 મી જૂન, 1975 ના રોજ શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા, કોઇપણ જાતના કા2ણ વગ2, માત્ર પોતાની સત્તા બચાવવા દેશમાં કટોકટી લાદી દીધી હતી. ભારતમાં લોકશાહીના ચિરંતન મૂલ્યો સામે ગંભીર પડકાર ઉભો થતાં દેશ હચમચી ગયો હતો. અગાઉના બ્રિટિશકાળની બાહ્ય ગુલામી કરતાં આ આંતરિક ગુલામી વધુ ગૂંગળાવનારી હતી. 26 મી જૂન, 1975 ના દિવસે કટોકટીએ દેશને સ્તબ્ધ બનાવી દીધો હતો. લોકાના મૂળભૂત અધિકારોમિટાવી દેવાયા, અખબારોને ગળાચીપ દેવાઇ, અદાલતોને પાંગળી બનાવી દેવાઇ, સંસદને નિષ્ક્રિયબનાવી દેવાઇ, રા.સ્વ.સંઘ ઉપર પ્રતિબંધ લાદી દેવાયો, વિપક્ષી અને વિરોધી રાજકીય નેતાઓને જેલનાસળિયા પાછળ ધકેલી દેવાયા અને 60 કરોડ લોકોના આઝાદ રાષ્ટ્રને રાતોરાત ગુલામીના અંધકારયુગમાં ધકેલી દેવાનું ‘મહાપાપ’ આ કોંગ્રેસે કર્યુ હતું.
તેમણે જણાવ્યું છે કે, શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિરુદ્ધ અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો તો કટોકટી લાદવા માટેનું મુખ્ય પરિબળ છે જ, પરંતુ આ ચુકાદા પહેલાં પણ શ્રીમતી ગાંધી સામે અનેક પડકારો ઊભા થયા હતા. ‘ગરીબી હટાઓ’ના સૂત્રથી પ્રભાવિત થઇ પ્રજાએ તેમને સત્તાનાં સૂત્રો સોંપ્યાં હતાં, પરંતુ મોંઘવારીની ભીંસમાં સામાન્ય નાગરિક વધુ ને વધુ ભીંસાતો જતો હતો. સરકારી તંત્રમાં બેફામ ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી. કોંગ્રેસનો આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ હતો. જયપ્રકાશ નારાયણની લોકક્રાંતિ પણ પ્રચલિત થતી જતી હતી. અખબારોમાં રોજ ઇન્દિરાના શાસનમાં કોંગ્રેસને ધોબી પછડાટ મળતાં અને અલ્હાબાદ વડી અદાલતના ચુકાદાએ શ્રીમતી ગાંધીની હાલત કફોડી કરી મૂકી. બીજી તરફ અખિલ ભારતીય સ્તરે ઇન્દિરા ગાંધીના રાજીનામાની માંગણી વધતી ચાલી. તેમના સાથીઓમાં પણ આ વિચાર તીવ્ર બનતો ગયો… પણ આ બધાંથી બચવા માટે ઇન્દિરાજી માટે એક નવા જ શસ્ત્રની જરૂરિયાત ઊભી થઇ… અને આમ ભયમાંથી કટોકટીનો જન્મ થયો.
કટોકટી કાળમાં કોંગ્રેસે નૈતિકતાના અને માનવીય વ્યવહારનાં તમામ ધોરણોને નેવે મૂકી દીધાં હતાં. કટોકટી દરમ્યાન કોંગ્રેસી સરમુખત્યાર શાસકોએ સંઘ જનસંઘના કાર્યકર્તાઓ સાથે જે અમાનવીય વ્યવહા2 અને ઘાતકી જુલ્મો આચર્યા હતા તે જોઇને આઝાદી જંગના શહીદોની યાદ તાજી થઇ જાય છે.
જનસામાન્ય સુધી સંઘર્ષનો સંદેશ પહોંચાડવો એ એક પડકાર હતો. કારણ કે, અખબા2ો 52 કડક સેન્સ2શીપ લાગુ હતી. આ પડકારને પહોંચી વળવા “ભૂગર્ભ પ્રકાશન” નું હથિયાર કામ આવ્યું. અનેક સ્વયંસેવકોના ઘેર ગુપ્ત મુદ્રણાલયો ચાલ્યાં દેશમાં બધી જગ્યાએ બધી જ ભાષામાં જુદા જુદા નામે સાપ્તાહિક, સમાચાર પત્રો, નિયમિતપણે પ્રકાશિત થતાં રહ્યાં. સ્વયંસેવકો ગુપ્તપણે, વેશપરિવર્તન કરીને પણ પત્રિકાઓનું વિતરણ કરતા રહ્યા. માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કટોકટીનું વરવું સ્વરૂપ ખુલ્લું કરવા, અમેરિકાના પ્રખ્યાત અખબાર “ન્યુઝ વીક” ના પત્રકારો જે કે એન્ડરસન અને જર્યોજ વેસ્લે જેવા વિદેશી પત્રકારોને નવી દિલ્હીથી સમાચાર પુરા પાડવામાં આવતા.
કટોકટી દરમ્યાન કોંગ્રેસના સરમુખત્યારશાહી ભોગવતા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સંસદના પવિત્ર મંદિરમાં જે પાપ આચર્યુ તે અક્ષમ્ય છે. વર્ષ 1975 માં સંસદમાં પ્રથમ મોનસૂન સત્રમાં સ2કા2ે 39 મું સંવિધાન સંશોધન વિધેયક પસાર કરાવી લીધું. આ વિધેયક દ્વારા મીસાને વધુ ભયાનક બનાવવામાં આવ્યું.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ અને ચૂંટાયેલા સાંસદોની ચૂંટણીને પડકારતી અરજી પર ન્યાયાલય સુનાવણી ન કરી શકે તેવો ઉદેશ હતો. આ ચૂંટણીને પડકાર માત્ર સંસદ દ્વારા નિમાયેલ વિશેષ મંચ જ કરી શકે.
કટોકટી દરમ્યાન ગુજરાતમાં બાબુભાઇ જસાભાઇ પટેલના મુખ્યમંત્રી પદ હેઠળની બીન કોંગ્રેસી સરકાર કાર્યરત હતી. ભાજપના પુરોગામી જનસંઘનો તેમને ટેકો હતો. 25 જૂન, 1975 કટોકટી લાદયા બાદ દેશભરમાં મૂલ્યનિષ્ઠ રાજનેતાઓનો વિપક્ષીય નેતોઓને જેલ ભેગા કરી દીધા. સરકાર વિરૂધ્ધ બોલનારને મીસાના કાળા કાયદા હેઠળ કાળ કોટડીમાં પૂરી દીધા. પોલીસ અને શાસને દેશભરમાં હાહાકાર મચાવી દીધો. જાણે દેશ અંધકાર યુગમાં ચાલ્યો ગયો ! આવા સમયે ગુજરાતમાં બીનકોંગ્રેસી સરકાર હોવાથી કટોકટી સામેના આંદોલનનું મુખ્ય કેન્દ્ર બની ગયું. ગુજરાતમાંથી કટોકટી સાથેના સંઘર્ષ કરનારાઓને મોકળું મેદાન મળી ગયું.
આ વાત ઇન્દિરા ગાંધીને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. અંતે લોકો દ્વારા ચૂંટાયેલી બાબુભાઇ જશાભાઇ પટેલની સરકારને કલમ 356 મુજબ સુ25સીડ કરી નાંખી. કોઇપણ જાતના કારણ વગર બીનલોકશાહી ઢબે લોકશાહી ઢબે ચુંટાયેલી સરકારને ઘેર બેસાડી દીધી બાબુભાઇ પટેલે તા. 09-06-1975 થી તા. 12-03-1976 સુધી માંડ શાસન કર્યુ તા12-03-1976 થી તા. 24-12-1976 સુધી કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું.
ગુજરાતના અનેક અખબારોએ ગુંગળામણના આવા સમયે પણ ભૂગર્ભ પ્રકાશન દ્વારા લોકો સુધી સાચા સમાચાર પહોંચાડી, પોતાનો અખબા2ી ધર્મ નિભાવ્યો હતો તેમ પણ રાજુભાઈ ધ્રુવે કહ્યું છે,
ગાંધીવાદી નેતા પ્રભુદાસ પટવારી જેઓ પાછળથી રાજયપાલ બનેલા. તેઓએ ‘જનતા સમાચાર” દ્વારા જનતા સુધી વાસ્તવિક સમાચાર પહોંચાડયા હતા. લોક સંધર્ષ સમિતિનું સ્વ. ભોગીલાલ ગાંધી સંચાલિત જનતા છાપુ બહાર પડતું. નરેન્દ્ર મોદીએ સત્યાગ્રહ સમાચારનું આયોજન કરેલ. મુક્ત વાણી નામની પત્રિકા તો સત્યનારાયણની કથાની ચોપડીના નામે પ્રસિધ્ધ થતું આ બધી સામગ્રીઓ લોકતંત્રના પ્રહરીઓ, સમાજ સેવકો, યુવાનો ઠે2 ઠે2 પહોંચાડતા.
‘મિસા’ હેઠળ રાજકીય પક્ષોના હજ્જારો આગેવાનોને જેલમાં પુરાયા
કટોકટી દરખ્યાન વધુમાં વધુ જો કોઇને સહન કરવાનું આવ્યું હોય તો તે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તથા જનસંઘ ને ભાગે આવ્યું. કટોકટીકાળ દરમ્યાન સંઘ-જનસંઘની પ્રવૃતિ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. કુલ 1,30,000 સત્યાગ્રહીઓ પૈકી 1,00,000 કરતાં વધુ રા.સ્વ.સંઘના જનસંઘ(ભાજપ) ના હતા. “મીસા” નીચે ગિરફતાર થયેલા 30,000 અટકાયતીઓમાંથી 25,000 સંઘના હતા.
સંઘના કાર્યકરોએ અને તેમના કુટુંબીજનોએ દાખવેલું ધૈર્ય અને સાહસ એ કટોકટીના કાળની સૌથી અદ્ભુત બાબત છે જેલમાં અને બહાર બંને જગ્યાએ આ જ અનુભવ હતા. જેલમાં એકદમ યુવાન સ્વયંસેવક હતા તો તદ્ન વૃધ્ધ પણ હતા. ઘરે બાળકો ભૂખ્યાં હશે, પત્ની સંસાર કેવી રીતે ચલાવતાં હશે, વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન કોણ રાખતું હશે તેની મનમાં ચિંતા કરનારા હતા. લોકશાહીની પુન:સ્થાપના માટે ચાલેલ આંદોલનમાં સંઘના સ્વયંસેવકોનો ફાળો અમૂલ્ય છે.
આ સમગ્ર વિપ્લવી સંઘર્ષ પાછળ લાખો સ્વયંસેવકો, તેમના પરિવારો અને સહાનુભૂતિ ધરાવતા વર્ગે સહન કરેલી અમર્યાદ શાંત યાતનાઓ અને ત્યાગની પ્રબળ ભાવના હતાં સેંકડો લોકોએ ઉત્તમ આવક આપતી મોભાદાર નોકરીઓ ગુમાવી, અનેકોનાં વેપાર-ધંધા ભાંગી પડયા. હજારો વિદ્યાર્થીઓએ અભ્યાસનો ભોગ આપ્યો. કાર્યકર્તાઓના આ અદ્ભુત આંદોલનને જોઇ બ્રિટનના પ્રસિદ્ધ અખબાર ‘લંડન ઇકોનોમિસ્ટે” એના 4થી ડિસેમ્બર, 1976 ના અંકમાં લખ્યું હતું કે, જગતના એક માત્ર બિન- ડાબેરી ક્રાંતિકારી આંદોલનમાં આર.એસ.એસ. ના લાખો કાર્યકર્તાઓ પ્રભાવી બન્યા છે, હજી નવા નવા યુવકો એમાં જોડાઇ રહ્યા છે અને હાલ એની એક માત્ર નેમ છે ભારતમાં લોકતંત્રની પુન:સ્થાપના’.
કટોકટીનું પગલું રાજનૈતિક આત્મહત્યા સમાન પુરવાર થશેની ભવિષ્યવાણી સાચી પડી
કટોકટીના બે મહિના પછી લંડનમાં ભારતની સ્થિતિ અંગે એક વિચારગોષ્ઠીનું આયોજન થયેલ આ આયોજન ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયુટ ફોર સ્ટ્રેટજીક સ્ટડીઝ’ દ્વારા કરવામાં આવેલ, જેમાં લંડન વિશ્વ વિધાલયના પીટર લાયને પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા લેવામાં આવેલ કટોકટીનું આ પગલું તેમના માટે રાજનૈતિક આત્મહત્યા સમાન પુરવાર થશે.રાજુભાઈ ધ્રુવે અંતમાં કહ્યું છે કે, આ ભવિષ્યવાણી સાચી પડી છે અને આજે કોંગ્રેસનું અસ્તિત્વ ભુંસાઈ ગયું છે.
કટોકટીની સંઘર્ષગાથા વર્ણવતુ નરેન્દ્ર મોદીનું ‘સંઘર્ષમાં ગુજરાત પુસ્તક’
કટોકટીની સંઘર્ષગાથા વર્ણવતું નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તક ‘સંઘર્ષમાં ગુજરાત’ : 1975 ના જૂન મહિનાની ર5મી તારીખે શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા પોતાનું શાસન ટકાવવા દેશમાં કટોકટી લદાઇ અને ભારતના ચિરંતન મૂલ્યો સામે ગંભીર પડકારો ઉભા થતાં દેશ હચમચી ગયો. અગાઉના બ્રિટિશ કાળની બાહ્ય ગુલામી કરતાં આ આંતરિક ગુલામી વધુ ગૂંગળાવનારી હતી. સમાચારો 52 સંપૂર્ણ સેન્સરશીપ, મૂલ્યનિષ્ઠ રાજનેતાઓ જેલના સળિયા પાછળ, સંઘના લાખો સ્વયંસેવકોની ધરપકડો, મીસાના કાળા કાયદાનો દુરૂપયોગ, વાણી-સ્વતંત્ર્ય પર સંપૂર્ણ પ્રતિબંધ. દેશની લોકશાહી પર જાણે અંધકારના ઘટા ટોપ વાદળો છવાઇગયા હોય તેવું બિહામણું વાતાવરણ થયું હતું.
પરંતુ રાષ્ટ્રના સદ્ભાગ્યે લાખો લોકતંત્રના પ્રહરીઓ અને રાષ્ટ્રપ્રેમી લોકોએ જબરદસ્ત ભૂગ આંદોલન ચલાવી, રાષ્ટ્રમાં ફરી લોકતંત્ર પ્રસ્થાપિત કર્યું. કટોકટીના વીસે મહિના સુધી સેંકડો રાજનેતાઓ, સંઘના આગેવાનો, પત્રકારો વગેરેએ ભૂર્ગભવ સેવી કટોકટી સામે લડત ચલાવેલ. આમાં એક અગ્રેસર નામ છે નરેન્દ્રભાઇ મોદીનું. કટોકટીનાં વીસ મહિના, સરકારી તંત્રની નાકામિયાબી પુરવાર કરતો ભૂગર્ભવાસ સેવ્યો અને સંઘર્ષ પ્રવૃત્તિ ચલાવ્યે રાખી કોંગ્રેસ ના આપખુદ શાસન માં કટોકટી ના કાળા અંધકાર ની કાલિમા વેળાએ પણ અણનમ અડીખમ રહ્યા હતા.શૌર્ય પરાક્રમ અને સાહસિકતા સાથે લોકશાહી માટે કોંગ્રેસ ની સામે ખૂબ મોટી લડત આપી જે તેમનો મૂળ સ્વભાવ છે.