ચલો બુલાવા આયા હે….બાબાને બુલાયા હે
રાજકોટથી 16 ઓગષ્ટે સવારે જમ્મુ તાવી ટ્રેનમાં ભક્તો થશે રવાના
બાબા બુઢા અમરનાથ ચટ્ટાની યાત્રા તા.16/8/2023ના રોજ રાજકોટથી સવારે 9.30 કલાકે જમ્મુ તાવીમાં જવા રવાના થશે.
આ યાત્રા તા.20/8/2023ના રોજ રાત્રે કટરા રેલ્વે સ્ટેશને અથવા કટરા ગામે પુર્ણ થશે. ત્યારબાદ જે-જે યાત્રિકોને આગળ જવાનું હોય કે રોકાણ કરવાનું હોય તે તેમની પોતાની રીતે કરી શકશે અથવા ત્યાંથી પરત પાછુ આવવાનું હોય તે જાણે તે પ્રમાણે રીટર્ન ટિકિટ લેવાની રહેશે.
આ યાત્રામાં રેલ્વે ટીકીટ તથા 16/8/23ના વહેલી સવારે રાજકોટ રેલ્વે સ્ટેશન પહોંચવા જવા વાહન ચાર્જ થશે તથા બીજે દિવસે બપોરે 3:00 કલાકે જમ્મુ પહોંચી ત્યાં ઉતરી અને ત્યાંથી આપણા ઉતારાએ ભગવતીપરા, બેઇઝ કેમ્પમાં સ્વ.ખર્ચે પહોંચવાનું રહેશે અને ત્યાં રાત્રિનું રોકાણ કરી બીજે દિવસે વહેલી સવારે 6 વાગ્યે આપણી બસો તૈયાર ઉભી હશે. તેમાં જે નંબર આપવામાં આવે તે બસમાં બેસી જવાનું આ બધી જ બસો એક સાથે જૂથ કે નંબર વાઇઝ ઉપડશે. તેનું ચાર્જ (શુલ્ક) રૂા.1800 છે. આ પ્રવાસમાં આશરે બે દિવસ, રાત લાગશે.
જ્યારે ફોર્મ તા.20-6-23 થી તા. 7-7-23 સુધીમાં ફોર્મ ભરી રાજકોટ ઓફિસે પહોંચાડવાના છે અને તેની સાથે આધાર કાર્ડની ઝેરોક્ષ, બે પાસપોર્ટ સાઇઝ ફોટા, આપણી તા.16/8/23ની રેલ્વે ટીકીટની ઝેરોક્ષ તથા રૂા.1800+ અન્ય ખર્ચ ઉપર દર્શાવ્યા મુજબ તથા રાજકોટ ફોર્મ આપવા જવા તથા રૂપિયા ભરવાના અને જ્યારે આપણા કાર્ડ જમ્મુથી તૈયાર થઇને આવે તે રાજકોટ લેવા જવાના વિગેરે ખર્ચ આશરે અમુક રકમ ભરવાની રહેશે. જે પ્રવાસ યાત્રા પુર્ણ થયે વધેલ રકમ હશે તો તે હિસાબે પરત આપવામાં આવશે. આ અંગે રતિલાલ ધરમશીભાઇ બાલધા મોબાઇલ નં.94282 82310નો સંપર્ક કરવા જણાવ્યું છે.