25 જુનથી ત્રણ દિવસ વિસ્તરકો વિધાનસભાના તમામ બુથમાં ફરી ઘેર-ઘેર જઈને વડાપ્રધાનની નવ વર્ષની કામગીરીનો રિપોર્ટ આપશે
ભાજપ દ્રારા લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારિઓ શરૂ કરી દેવામાં આવી છે.આગામી દિવસોમાં વિસ્તારક યોજના થકી 51,931 કાર્યકરો 182 બેઠકોના તમામ બુથો પર ઘરે ધરે જઇ પત્રિકા વિતરણ કરી જનસંપર્ક કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 9 વર્ષના કાર્યોના હિસાબની માહિતી આપશે.આ યોજના હેઠળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામ વિસ્તારકોને એક સાથે વર્ચ્યૂઅલ માઘ્યમથી માર્ગદર્શન આપ્યું હતું. વિસ્તારક યોજના થકી આટલુ મોટુ જન સંપર્ક અભિયાન વિશ્વમાં કોઇ રાજકીય પાર્ટીએ ક્યારેય નહી કર્યુ નથી.
આ અંગે વધું માહિતી આપતા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ અલ્પકાલીન વિસ્તારક યોજના સંદર્ભે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચાર,મોંઘવારી,અસુરક્ષાથી ત્રાહિમામ પોકારી દેશની જનતાએ વર્ષ 2014માં ભાજપ સરકારને સ્પષ્ટ બહુમત આપી નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન તરીકેની જવાબદારી સોંપી. વર્ષ 2014 થી 9 વર્ષના સમયગાળામાં વડાપ્રધાન તરીકે જે જે અપેક્ષાઓ અને વચનો આપ્યા તે પુર્ણ કર્યા છે. આજે દેશની જનતા નવી નવી આશા અને અપેક્ષા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર રાખી રહ્યા છે.
આજે વિશ્વના દેશો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જે સન્માન આપે છે તે પહેલા આપણે વિચારી પણ નોહતા શકતા. આજે દેશમા નરેન્દ્રભાઇ મોદી પહેલા વડાપ્રધાન છે કે તેઓ જનતાને તેમના કામનો હિસાબ આપે છે. ગુજરાત ભાજપ પણ અલગ અલગ કાર્યક્રમો થકી જનતાને માહિતી આપી રહી છે તેના ભાગરૂપે ભાજપના 51,931 કાર્યકરો ત્રણ દિવસ માટે વડાપ્રઘાને કરેલા કાર્યોની માહિતી ઘરે-ઘરે પહોંચાડવા માટે આવનાર 25 થી 27 જૂન પત્રિકા વેહંચી અને મુલાકાત કરી કામની માહીતી આપશે.આટલુ મોટુ જન સંપર્ક અભિયાન વિશ્વમાં કોઇ રાજકીય પાર્ટીએ ક્યારેય નહી કર્યુ હોય.
તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે,આજે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓ જનસંઘના પહેલા અધ્યક્ષ અને ભાજપની વિચારધારાના સ્થાપક અધ્યક્ષ હતા તેમના બલિદાન દિવસ નિમિત્તે ગુજરાતના 182 વિઘાનસભા પર કાર્યકરો વિસ્તારક યોજના માટે ભેગા થશે તેમજ સાંસદો- ધારાસભ્યો અને પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. જેમાં વર્ચ્યૂઅલ માધ્યમથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી વિસ્તારકોને માર્ગદર્શન આપ્યું હતું.