હિંગવાલા લેન મોટા ઉપાશ્રયે કાલે સાધુ, સાધ્વીઓનાં સ્વાગત સામૈયાનું આયોજન
ધર્મનગરી ઘાટકોપરમાં ગારોડીયાનગર જૈન સંઘના ઉપક્રમે ગોપાલ સંપ્રદાયના પૂ. રામ ઉત્તમ કુમાર મુનિ મ.સા. ઠાણા. ૮ તથા પૂ. પ્રિયદર્શનાજી મ.સ. ઠાણા ૨૭ની નિશ્રામાં વૈરાગી સિધ્ધાર્થભાઈ જે. શાહ અને દામનગરનાં કુ. રીચાબેન બીપીનભાઈ મોટાણીની દીક્ષા આજ્ઞા અર્પણ પ્રસંગે પૂ. દીરજમૂનિ મ.સા. પૂ. નમ્રમૂનિ મ.સા. આદિ તથા બોટાદના પૂ. રસીલાજી મ.સ. આદિ સતીવૃંદ વિશાળ સંખ્યામાં ઊપસ્થિત રહ્યા હતા. હસમુખભાઈ અજમેરાએ સ્વાગત અને હરીશ શાહે સૂત્ર સંચાલન કરેલ.હિંગવાલાલેનમાં પૂ. ધીરગૂ‚દેવના સાંનિધ્યે પ. નમ્રમૂનિ મ.સા. પ્રેરિત પ્રફુલાબેન હર્ષદભાઈ વેગડા અને અવનીબેન પ્રવિણભાઈ પારેખની દીક્ષા આજ્ઞા અર્પણ વિધિ પૂ. વીરમતીબાઈ મ.સ. આદિની નિશ્રામાં તેમજ નવ દીક્ષાર્થી બહેનોની સ્વસ્તિક વિધિ સંપન્ન થયેલ ચોવિહારનો લાભ જીગરભાઈ શેઠ પરિવારે લીધેલ રજત કળશનો લાભ માતુશ્રી લીલાવંતીબેન ગંભીરભાઈ પારેખ પરિવારે લીધેલા પૂ. રામઉતમકુમાર મૂનિ આદિ ૧૩ સંતો અને મહાસતીજીવૃંદની હાજરીથી અનેરો ઉમંગ છવાયો હતો.આ ઉપરાંત આવતીકાલે હિંગવાલા લેન મોટા ઉપાશ્રયે સવારે ૭.૧૫ કલાકે ગૂ‚કુળ તિલકરોડથી સાધુ સાધ્વીજીઓનું સ્વાગત સામૈયું અને મગલ પ્રવેશ તેમજ માતુશ્રી મુકતાબેન દેવેન્દ્રભાઈ શાહ દિલીપભાઈ શાહ તરફથી નવકારશી રાખેલ છે. તેમ ટ્રસ્ટી કાંતીભાઈ કોઠારી, મુકેશભાઈ કામદાર પ્રમુખ બીપીનભાઈ સંઘવીની યાદીમાં જણાવ્યું છે.