26-27 જૂનના રોજ રાજ્યભરમાં ભારે વરસાદની હવામાન વિભાગની સંભાવના
રાજ્યમાં હાલ વરસાદે બ્રેક મારી દીધી હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ અન્ય સર્જાયેલી સિસ્ટમને કારણે રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ હળવા વરસાદની વકી જયારે પછીના બે દિવસ ભારે વરસાદની વકી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીની સાથે સાથે ભેજનું પ્રમાણ વધ્યું છે.
હવામાન વિભાગ અનુસાર દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં શુક્રવાર અને રવિવાર વચ્ચે સમાન વાતાવરણ રહેશે.
ગુજરાત પ્રદેશના મોટાભાગના જિલ્લા, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. તો પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં હવામાન સુષ્ક રહેવાની સંભાવના છે.
આવતીકાલે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ તથા ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, અને સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે