એલસીબીની ટીમે દારૂની બોટલ અને પજેરો કાર મળી કુલ રૂ.10.72 લાખનો મુદ્દામાલ કબ્જે
પોલીસને જોઈ બુટલેગર કાર મૂકી ભાગ્યો, પીછો કર્યો પણ હાથે ન લાગ્યો
શહેરમાં બુટલેગરો બેફામ થયા હોય તેમ દારૂની ખુલ્લેઆમ હેરાફેરી કરી રહ્યા છે ત્યારે તેને પકડી પાડવા માટે શહેર પોલીસની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે આજે સવારના સમયે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન 2 ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાથમી આધારે અતિથિ દેવો ભવ હોટલ પાસેથી પજેરો કારમાંથી વિદેશી દારૂની 744 બોટલો કબજે કરી હતી જ્યારે પોલીસને જોઈ બુટલેગર ભાગ્યો હતો તેને પોલીસે અડધો કિમી જેટલો પી છોકરીઓ હતો પરંતુ બુટલેગર ભાગી જવામાં સફળ રહ્યો હતો. જેથી પોલીસે દારૂની બોટલો અને પજેરો કાર મળી કુલ રૂપિયા 10,72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બના અંગેની મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન 2 ના પી.એસ.આઇ અરે ઝાલાની અને તેની ટીમનાઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે માધાપર બેડી બાયપાસ રોડ પર આવેલ અતિથિ દેવો ભવા હોટલ પાસેથી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા તેને અતિથિ દેવો હોટલ પાસે વોચ ગોઠવી હતી તે સમયે પજેરો કાર નંબર એચ.આર – 51 – એ.યુ – 4488 કાર રોકે તેની તપાસ કરતા ચાલક કારને રેઢી મૂકીને ભાગ્યો હતો ત્યારે પોલીસના સ્ટાફે તેનો ઠેઠ અડધો કિલોમીટર સુધી પીછો કર્યો હતો
પરંતુ બુટલેગર ભાગવામાં સફળ રહ્યો હતો પોલીસે કારની તપાસ કરતા તેમાંથી રૂ.3.71 લાખની વિદેશી દારૂની 744 બોટલો મળી આવતા કબજે કરી હતી . અને કાર મળી કુલ રૂ.10.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર ની શોધ ખોળ હાથ ધરી હતી આ કામગીરી એલ.સી.બી ઝોન 2 ના પો.સબ.ઇન્સ આર.એચ.ઝાલા તથા પો હેડ કોન્સ મૌલિકભાઇ સાવલીયા તથા હરપાલસિંહ જાડેજા તથા રાહુલભાઇ ગોહેલ તથા પો. કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી તથા અમિનભાઇ ભલુર તથા જયપાલસિંહ સરવૈયા તથા ધર્મરાજસિંહ ઝાલા તથા મનિષભાઇ સોઢીયા દ્વારા કરવામાં આવી હતી.