મુંબઇ હુમલાના માસ્ટર માઈન્ડ સાજીદ મીરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના ઠરાવમાં ચીન આડું ફાટ્યું
સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને ચીને ફરી રોકી દીધો છે. આ પ્રસ્તાવ ભારત અને અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સાજિદ મીર એક પાકિસ્તાની આતંકવાદી છે, જે 26/11ના મુંબઈ હુમલામાં સામેલ હતો. સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને ચીને પહેલા જ રોકી દીધું છે. સાજિદ મીર અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે.
પાકિસ્તાન હંમેશા સાજિદ મીરના અસ્તિત્વને નકારતું આવ્યું છે. પાકિસ્તાનનો દાવો છે કે સાજિદ મીર મરી ગયો છે. જોકે, ગુપ્તચર અહેવાલમાં જણાવાયું છે કે સાજિદ મીર જીવિત છે અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની કસ્ટડીમાં છે.
ગયા વર્ષે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાજિદ મીર જીવિત છે. રિપોર્ટમાં એફબીઆઈના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સાજિદ મીર જીવિત છે, કસ્ટડીમાં છે અને તેને સજા સંભળાવવામાં આવી છે. જો કે, પાકિસ્તાની અધિકારીઓનો દાવો છે કે સાજિદ મીર મરી ગયો છે. પાકિસ્તાને સાજિદ મીરના મૃત્યુ અંગે ભારત અને પાકિસ્તાનને સત્તાવાર રીતે જાણ કરી છે. પાકિસ્તાને કહ્યું હતું કે સાજિદ મીર કાં તો મરી ગયો છે અથવા તેના ઠેકાણા વિશે કંઈ જ જાણવા મળતું નથી.
સાજીદ મીર લશ્કર તૈયબા સાથે જોડાયેલો ખતરનાક આતંકવાદી છે. ભારત અને અમેરિકા એક દાયકાથી સાજિદ મીરને શોધી રહ્યા છે. તેણે ડેવિડ કોલમેન હેડલી સાથે મળીને મુંબઈમાં આતંકી હુમલાની યોજના ઘડી હતી. સાજિદ મીર લશ્કરના નેતા હાફિઝ સઈદના નજીકના માનવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર પહેલા જ હાફિઝ સઈદ અને લશ્કર-એ-તૈયબા પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે.