મહામંત્રી તરીકે હરેશભાઇ હેરમા, નરેન્દ્રસિંહ જાડેજા અને રવિભાઇ માંકડિયાની નિમણુંક: નવી ટીમમાં છ મહિલાઓનો સમાવેશ
રાજકોટ જીલ્લા ભાજપના નવનિયુકત અઘ્યક્ષ અલ્પેશભાઇ ઢોલરીયાએ નવા સંગઠન માળખાની ઘોષણા કરી છે. જેમાં તમામ તાલુકાઓ અને જ્ઞાતિ જાતિના સમીકરણોને ઘ્યાનમાં રાખવામાં આવ્યા છે.નવી ટીમમાં 6 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રાનાકર, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઇ ચાવડા, રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલભાઇ દવે સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ રાજકોટ જિલ્લા ભાજપ અઘ્યક્ષ અલ્પેશભાઇ ઢોલરીયા દ્વારા ર0 સભ્યોનું નવું સંગઠન માળખુ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉપપ્રમુખ તરીકે વિંછીયાના ખોડાભાઇ ખસિયા, ઉપલેટાના જયેશભાઇ ત્રિવેદી, જામકંડોરણાના ગોવિંદાઇ રાણપરિયા, ગોંડલના પ્રફુલભાઇ ટોળીયા, જેતપુરના બિંદીયાબેન મકવાણા, રાજકોટ તાલુકાના રાજુભાઇ ધારૈયા, ગોંડલના રીનાબેન ભોજાણી તથા જસદણના રમાબેન મકવાણાની નિયુકિત કરવામાં આવી છે. જયારે મહામંત્રી તરીકે જસદણના હરેશભાઇ હેરભા, રાજકોટ તાલુકાના નરેન્દ્રસિંહ એમ. જાડેજા અને ઉપલેટાના રવિભાઇ મોકડિયાની નિમણુંક કરાય છે.
જયારે મંત્રી તરીકે વિંછીયાના વલ્લભભાઇ જાપડીયા, રાજકોટ તાલુકાના મનોજભાઇ રાઠોડ, કોટડા સાંગાણીના રાજુભાઇ સાવલીયા, રાજકોટના વલ્લભભાઇ શેખલીયા, રાજકોટ તાલુકાના જસ્મીન પીપળીયા, લોધીકાના વિશાલભાઇ ફાંગલીયા, રાજકોટ તાલુકાના સીમાબેન જોશી, અને પડધરીના વંદનાબેન સોનીની નિયુકિત કરવામાં આવી છે. કોષાઘ્યક્ષની જવાબદારી ધોરાજીના મનિષાબેન ગોવાણીને સોંપવામાં આવી છે.
આગામી દિવસોમાં જિલ્લા ભાજપની કારોબારીની જાહેરાત કરવામાં આવશે લોકસભાની ચુંટણીના આડે હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ સંગઠન માળખુ મજબુત કરી રહ્યું છે. આગામી દિવસોમાં રાજકોટ શહેર ભાજપનું સંગઠન માળખુ પણ જાહેર કરવામાં આવશે.