આઇઆરસીટીસીએ ફરિયાદ નોંધાવા માટે માર્ગદર્શિકા જાહેર કરી
રેલ મુસાફરી દરમિયાન અત્યાર સુધી કોઈ યાત્રિકોને તકલીફ કે મુશ્કેલી ઉદ્ભવીત થતી હોય તો તેઓએ લેખિત ફરિયાદ કરવી પડતી હતી અને તેનું નિવારણ ક્યારે આવે તે અંગે કોઈ નકર સમય નિર્ધારિત થયો ન હતો અને પરિણામે યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્તો હતો. ત્યારે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન દ્વારા યાત્રિકોને ફરિયાદ નોંધાવી હોય તો તે માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને હવે આંગળીના ટેરવેજ રેલ યાત્રી કો આ અંગે ફરિયાદ નોંધાવી શકશે.
કેન્દ્ર સરકાર અને આઈઆરસીટીસી નું માનવું છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો ટ્રેન મુસાફરી કરતા હોય છે ત્યારે તેમની યાત્રા દરમિયાન કોઈપણ પ્રશ્ન ઉદભવે તેના થાય તે માટે દરેક પગલાંઓ લેવામાં આવશે અને તેની યોગ્ય અમલવારી કરવામાં આવશે. અત્યાર સુધી ફિઝિકલ ફરિયાદો થતી હતી અને હવે આ ફરિયાદ ઓનલાઈન થશે અને યોગ્ય સમયમાં જ તેનો જવાબ અને તેનો ઉકેલ આવી જશે જેથી યાત્રિકો અને રેલવે ઉપર ભરોસો રહે.
કઈ રીતે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય
- તમારે તમારા મોબાઈલ ફોન અને કોમ્પ્યુટરમાં https ://railmadad.indianrailways.gov.in/madad/final/home.jsp આ લિંક ખોલાવની
- ત્યારબાદ વેબસાઇટ ખુલતા જ ટ્રેન કમ્પ્લેન નામના ઓપ્શનમાં જવાનું
- બાદમાં તમારે તમારો મોબાઈલ નંબર લખી ઓટીપી મેળવવાનું રહેશે
- ઓટીપી મળ્યા બાદ સબમિટ બટન દબાવાનું રહેશે.
- બાદમાં તમારો પીએનઆર નંબર અને કઈ તકલીફ ઉદ્ભવીત થઈ તે અંગે લખવાનું રહેશે.
- ત્યારબાદ ઉદ્ભવીત થયેલી તકલીફ અંગેના ફોટો મુકવાના રહેશે.
- ત્યાર બાદ ફરિયાદ લખવાની રહેશે કે શું તકલીફ પડી અને કેવી રીતે તકલીફ પડી
- અંતમાં સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે જેથી તમારી ફરિયાદ નોંધાઇ જાય.
આ સંપૂર્ણ પ્રક્રિયા કર્યા બાદ ફરિયાદીને એક રેફરન્સ નંબર મળશે જેથી ફરિયાદીને ફાઈયાદની સ્થિતિ અંગે માહિતી મળતી રહે