એલન રાજકોટના ટોપ ઓલ ઈન્ડિયા રેન્ક 1 હજારમાં પાંચ વિદ્યાર્થીઓ: જેઈઈ પરીક્ષાના અભ્યાસ માટે શ્રેષ્ઠ શિક્ષણ શાસ્ત્રીની સિસ્ટમ ધરાવતી ‘એલન’
દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા , JEE ( એડવાન્સ ) 2023 નું પરિણામ 18 જૂન , 2023 ના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે . એલન રાજકોટના ક્લાસ રૂમના વિદ્યાર્થી દિપેન સોજીત્રાએ ટોપ ઓલ ઈન્ડિયા રેન્ક 63 મેળવીને એલન રાજકોટની ગૌરવશાળી પરંપરા જાળવી રાખી છે અને માત્ર રાજકોટ શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે . આ સાથે એલન રાજકોટના કુલ 5 વિદ્યાર્થીઓએ ટોપ 1000 ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે અને આ સૌરાષ્ટ્રની કોઈપણ શૈક્ષણિક સંસ્થા દ્વારા સૌથી વધુ છે . બ્રિન્દા ફડડુ ઓલ ઈન્ડિયા રેન્ક – 586 , નિર્મિત ભંડેરી ઓલ ઈન્ડિયા રેન્ક 671 , દેવદત્ત સીતાપરા – 885 , મીટ નરોડીયા ઓલ ઈન્ડિયા રેન્ક- 905. મેળવ્યા છે
એલન રાજકોટ સેન્ટરના વડા રજનીશ શ્રીવાસ્તવ જણાવ્યું હતુ કે એલન રાજકોટના વિદ્યાર્થીઓએ હંમેશા JEE અને NEET જેવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પોતાનું કૌશલ્ય પુરવાર કર્યું છે અને સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને તેમના સપના સાકાર કરવા પ્રેરણા આપી છે. દીપેને જણાવ્યું હતુ કે છેલ્લા 7 વર્ષથી એલન રાજકોટના ક્લાસરૂમ કોર્સનો વિદ્યાર્થી છું અને રાજકોટ શહેરનો રહેવાસી છું . મારા પિતા વિપુલ સોજીત્રા એક વેપારી છે અને માતા મનીષા સોજીત્રા ગૃહિણી છે . હું માનું છું કે નિયમિત શિસ્તબદ્ધ અભ્યાસથી મને JEE – Advanced માં સારો સ્કોર કરવામાં મદદ મળી છે અને મેં JEE Advanced માટે યોગ્ય સમયપત્રકનું પાલન કર્યુ છે અને તમામ વિષયોને સમાન મહત્વ અને સમય આપ્યો છે . ઉપરાંત , એલન રાજકોટ ફેકલ્ટીઓએ મને સમયસર આખો અભ્યાસક્રમ પૂરો કરાવ્યો , જેના કારણે મને રિવાઇઝ અને પ્રેક્ટિસ કરવા માટે પૂરતો સમય મળ્યો . એલનના નિયમિત ડાઉટ કાઉન્ટર્સ મારા માટે ખૂબ મદદરૂપ થયા છે . એલન રાજકોટ દ્વારા આયોજિત કોમ્પ્યુટર આધારિત પ્રેક્ટિસ ટેસ્ટ આપવાથી મને વાસ્તવિક પરીક્ષા માટે પ્રેક્ટિસ અને સારી રીતે મૂલ્યાંકન કરવાની તક મળી. તેણે પોતાની સફળતાનો શ્રેય તેના પરિવાર અને તમામ ફેકલ્ટી અને સમગ્ર એલન શૈક્ષણિક પ્રણાલીને આપ્યો છે તેને અભ્યાસની સાથે પુસ્તકો વાંચવાનું પસંદ છે