ચુંવાળીયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ અને સંત વેલનાથ બાપુ જન્મજયંતિ  સમિતિના સંયુકત ઉપક્રમે મહાપ્રસાદ અને શોભાયાત્રામાં 500થી વધુ બાઈક સહિતના વાહનો જોડાશે

ચુવાળીયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ અને સંત શ્રી વેલનાથ બાપુ જન્મ જયંતી સમિતી ધ્વારા આયોજીત સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું  20.6ના રવિવારે   આયોજન કરવામાં આવેલ છે . શોભાયાત્રાનો રૂટ સવારે 8-30 કલાકે કિશાનપરા ચોક થી પ્રસ્થાન કરવામાં આવશે . જિલ્લા પંચાયત ચોક , બહુમાળી ભવન , સીવીલ હોસ્પીટલ ચોક , પારેવડી ચોક થઈને ગ્રીન લેન્ડ ચોકડીએ મહાપ્રસાદ લઈ શોભાયાત્રાનુ વિર્સજન કરવામાં આવશે.

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા દેવભાઈ કોરડીયા, જણાવ્યું હતુ આ ભવ્ય શોભાયાત્રામાં સંતો, મહંતો રોમદાસ બાપુ- રણુજા મંદિર  ભગત મનુભાઈ ઘણોજા – રાજકોટ, સાંઈનાથ બાપુ – ખડખડ ભગતી , વાઘજીભાઈ – વેલનાથ મંદિર હરીપર , પ.પૂ.નિર્મળ સ્વામી – યોગીધામ સમઢીયાણા હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.આ પ્રસંગે  મહેન્દ્રભાઈ મુંજપરા , કેન્દ્રીય મંત્રી ધર્મેશભાઈ જંજવાડીયા, પ્રમુખ ગુજરાત ચુવાળીયા કોળી સમાજ , દેવજીભાઈ ફતેપરા પૂર્વ સાંસદ – સુરેન્દ્રનગર , જગદીશભાઈ ઠાકોર – પૂર્વ પ્રદેશ પ્રમુખ ગુજરાત, કોંગ્રેસ સમિતિ  કુંવરજીભાઈ બાવળીયા – કેબીનેટ મંત્રી, ગુજરાત સરકાર,  રાજેશભાઈ ચુડાસમા – સાંસદ જુનાગઢ , પરષોતમભાઈ સાબરીયા ચુવાળીયા કોળી સમાજ વિરજીભાઈ મનુરા પૂર્વ પ્રમુખ ગુજરાત ચુવાળીયા કોળીસમાજ નટુભાઈ કુવરીયા ઉપપ્રમુખ    ગુજરાત ચુવાળીયા કોળી સમાજ , કાળુભાઇ કડીવાર, બટુકભાઇ મકવાણા જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર ગુજરાત માંથી સમાજના અસંખ્ય આગેવાનો જોડાશે.

શોભાયાત્રાને સફળ બનાવવા સિમિતના પ્રમુખ દેવાભાઇ કોરડીયા , મહામંત્રી દેવાંગભાઈ કુકાવા , ઇન્ચાર્જ દિપકભાઈ બાબરીયા, ઉપપ્રમુખઓ દિપકભાઈ  મણસુરીયા , રામભાઈ  ખજાનચી જીજ્ઞેશભાઈ મારડીયા,જણોજા, ચેતનભાઈ માણસુરીયા , જેસીંગભાઇ રાઠોડ  સહીત સમગ્ર સમિતિના હોદેદારો જવેલનાથ સમુહ લગ્ન સમિતિના પ્રમુખે ભરતભાઇ બાલૌન્દ્રો અને સભ્યો , વિદ્યાર્થી બોડીંગના તમામ હોદેદારો તથા સમાજના અગણી ભરતભાઈ ડાભી , વિજયભાઈ મૈથાણીયા , મનસુખભાઈ ધામેચા , રમેશભાઇ , મહેન્દ્રભાઈ મકવાણા અને સૌરાષ્ટ્રના સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહયા છે .

શોભાયાત્રામાં આશરે 250 ફોરવ્હીલ સહીત પ 00 થી વધુ બાઈક , ટ્રક અને ટ્રેકટર સહીતના વાહનો જોડાશે . સમાજના અંદાજે 12 થી 15 હજાર ભાઈઓ – બહેનો શોભાયાત્રામાં જોડાઈને શોભાયાત્રાને સફળ બનાવશે . આ શોભાયાત્રાનું સમસ્ત કોળી સમાજના અને અન્ય સમાજ ધ્વારા ઠેરઠેર સ્વાગત કરવામાં આવશે. દરેક વિસ્તારમાં છાશ , પાણી , સરબત સહીતનું આયોજન લતાવાસીઓ ધ્વારા કરવામાં આવનાર હોય તમામ સમાજના લોકોએ જોડાવવા સંત વેલનાથ સમિતિનુ જાહેર આમંત્રણ છે . તેમ સમિતિના પ્રમુખ દેવભાઈ કોરડીયા , મહામંત્રી દેવાંગ કુકાવાની યાદી જણાવે છે. અબતકની શુભેચ્છા મુલાકાતે પ્રમુખ દેવભાઈ કોરડીયા, મહામંત્રી દેવાંગભાઈ કુકાવા, ખજાનચી જીજ્ઞેશભાઈ  માલકીયા, દિનેશભાઈ મકવાણા, નટુભાઈ કુવરીયા, મનસુખભાઈ  ધામેચા, ભરતભાઈ ડાભી, દિપકભાઈ માનસુરીયા,  દિપકભાઈ બાવરયા, સુભાષભાઈ અધોલા, અક્ષરભાઈ ડાભી,  મનસુખભાઈ ધેણોજા, અતુલભાઈ બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.