અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા સિવાય સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સતત ચોથા દિવસે શૈક્ષણીક કાર્ય બંધ
ભારે વરસાદ અને પવનનાકારણે આજે સતત ચોથા દિવસે સૌરાષ્ટ્રના અમરેલીઅને ગીર સોમનાથ જિલ્લા સિવાયના તમામ જિલ્લામાં શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે.જયારે દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવ સહિતના સૌરાષ્ટ્રના મુખ્ય મંદિરોના દ્વાર ભકતો માટે ખૂલ્લી ગયા છે. માર્કેટીંગ યાર્ડ પણ બંધ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું હોય તકેદારીના ભાગરૂપ અલગ અલગ જિલ્લામાં કલેકટર દ્વારા બૂધવાર અને ગુરૂવારે શૈક્ષણીક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન ગૂરૂવારે રાત્રે વાવાઝોડું ત્રાટકયું હતુ. જેના કારણે ગઈકાલે શુક્રવારે પણ શાળા-કોલેજો બંધ રાખવાની ઘોેષણા કરવામાં આવી હતી દરમિયાન ગઈકાલે આખો દિવસ સતત વરસાદ ચાલુ રહેવાના કારણે ગઈકાલે મોડી સાંજે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કેઆજે શનિવારે પણ શાળા-કોલેજો બંધ રહેશે. આજે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા સિવાય સોૈરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે.આવતીકાલે રવિવારની રજા છે હવે સોમવારથી શૈક્ષણીક કાર્ય શરૂ થશે. પાંચ દિવસનું મિનિ વેકેશન રહ્યું છે.
આજે સવારથી સર્વત્ર મેઘવિરામ જેવો માહેાલ છે. દ્વારકાધીશ મંદિર અને સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી દેવામાં આવ્યા છે. દ્વારકામાં આજથી ધ્વજા રોહણ પણ નિયમિત કરી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના તીર્થધામો આજથી ફરી શરૂ થઈ ગયા છે. બીજી તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટીંગ યાર્ડ બંધ છે.