ત્રિવેણી ઠાંગામાં 17.39 ફુટ, ગઢડામાં 14.11 ફુટ, કાબરકામાં 13.78 ફુટ, રૂપાવટીમાં 12.14 ફુટ, સોનમતિમાં 10.83 ફુટ, મોરસલમાં 9.55 ફુટ પાણીની આવક
બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમ હસ્તકના 44 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. માધાપર ગામ પાસે આવેલા આજી-ર ડેમના ચાર દરવાજા 0.457 મીટર સુધી ખુલ્લા કરવામાં આવ્યા છે. ડેમના પટ વિસ્તારમાં આવતા હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરાય છે.
રાજકોટ જીલ્લાના ભાદર ડેમમાં 0.10 ફુટ, મોજ ડેમમાં 5.68 ફુટ, ફોફળ ડેમમાં 2.30 ફુટ, વેણુ-ર ડેમમાં 5.81 ફુટ, આજી-ર ડેમમાં 0.07 ફુટ, આજી-3 ડેમમાં 4.20 ફુટ, સોડવદરમાં 0.66 ફુટ, ડોંડી ડેમમાં 2.13 ફુટ, ન્યારી-1 ડેમમાં 0.98 ફુટ, ન્યારી-ર ડેમમાં 2.30 ફુટ, ખોડાપીપર ડેમમાં 0.66 ફુટ, પાણીની આવક થવા પામી છે. જયારે મોરબી જીલ્લાના મચ્છુ-ર ડેમમાં 0.20 ફુટ, ડેમી-ર ડેમમાં 0.16 ફુટ, ધોકાધ્રોઇમાં 1.12 ફુટ, બંગાવાડીમાં 0.66 ફુટ, બ્રાહ્મણી-ર ડેમમાં 1.48 ફુટ અને ડેમી-3 ડેમમા 0.49 ફુટ પાણીની આવક થવા પામી છે.
જામનગર જીલ્લામાં પન્ના ડેમમાં 2.03 ફુટ, ફુલઝર-1 ડેમમાં 2.69 ફુટ, સપડામાં 1.31 ફુટ, વિજરળી ડેમમાં 0.85 ફુટ, ડાઇ મીણસરામાં 0.79 ફુટ, ફોફળ-ર ડેમમાં 5.54 ફુટ, ઉંડ-3 ડેમમાં 1.94 ફુટ, આજી-4 માં 1.71 ફુટ, ઉંડ-1 ડેમમાં 0.02 ફુટ, કંકાવટી ડેમમાં 6.14 ફુટ, ઉંડ-ર ડેમમાં 0.03 ફુટ, વાડીસંગમાં 3.94 ફુટ, ફુલઝર (કોબા)માં 3.64 ફુટ, રૂપાવટી ડેમમાં 12.14 ડેમ, રૂપારેલમાં 16 ફુટ, સસોઇ-ર ડેમમાં 0.33 ફુટ, વગડીયામાં 1.80 ફુટ પાણીની આવક થવા પામી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 2.46 ફુટ, ગઢડી ડેમમાં 14.11 ફુટ, વર્તુ-ર ડેમમાં 3.35 ફુટ, સોનમતિ ડેમમાં 10.83 ફુટ, વેરાડી-1 ડેમમાં 4.43 ફુટ, કાબરકા ડેમમાં 13.78 ફુટ, વેરાડીમાં 3.12 ફુટ અને મીણસાર (વાનાવડ) ડેમમાં 3.77 ફુટ પાણીની આવક થવા પામી છે.
જયારે સુરેન્દ્રનગર જિલ્લાના મોરસલ ડેમમાં 9.55 ફુટ અને ત્રિવેણી ઠોગા ડેમમાં સૌથી વધુ 17.39 ફુટ પાણીની આવક થવા પામી છે. રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેનો આજી-2 ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂર્ણ ભરાઈ ગયેલ હોવાથી ડેમના ચાર દરવાજા 1.5 ફુટે ખોલવામાં આવ્યા હતા, હતા. પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા તથા જૂના નારણકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.
ત્યારે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ નજીક આવેલ મચ્છુ-3 સિંચાઈ યોજનામાં હાલ 2870 મી. પાણી સંગ્રહિત છે. પાણીના જથ્થાને મચ્છુ નદીમાં છોડીવામાં આવી રહ્યું હોય જેથી મચ્છુ ડેમ-03 નો 1 દરવાજો 0.25 ફુટ ખોલવામાં આવ્યું હોય જેથી હેઠવાસમાં રહેતા લોકોને તંત્ર દ્વારા નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
ફોકલ ઓફીસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ (ફ્લડ સેલ) રાજકોટ તરફથી મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લાના મોરબી તાલુકાના જુના મદુળકા ગામ પાસેનો મચ્છુ 3 ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયેલ છે. અને ડેમનો 1 દરવાજો 0.25 ફુટ ખોલવામાં આવેલ છે, તો ડેમની હેઠવાસમાં આવતા મોરબી તાલુકાનાં ગોરખીજડીયા, વનાલિયા, સદૂર્કા, મનસર, રવાપર (નદી), અમનગર, નરણકા, ગુગણ, નગડાવાસ, બહાદૂરગઢ, સોખડા તથા માળીયા મી. તાલુકાનાં દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, ફતેપર, માળીયા-મિયાણા અને હરીપર ગામોના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચનાં આપવામાં આવી છે.