બ્રોમ્સગ્રોવ ક્રિકેટ ક્લબમાં ઓલિવર વાઈટહાઉસે ક્રિકેટરસિકોનું પોતા તરફ ધ્યાન ખેંચ્યું
ક્રિકેટની રમત અનિશ્ચિતતાઓથી ભરેલી છે, તેમાં કોઈ શંકા નથી. એક ઓવરમાં જ્યાં બેટ્સમેન ક્યારેક સતત 6 સિક્સર ફટકારે છે તો બોલર પણ એક ઓવરમાં હેટ્રિક લેવાનું કારનામું કરતા જોવા મળ્યા હતા. પરંતુ આ બંને વસ્તુઓ વારંવાર જોવા મળતી નથી. જ્યારે ઈંગ્લેન્ડમાં 12 વર્ષના એક છોકરાએ એવું કારનામું કર્યું જે કોઈપણ બોલર માટે કરવું લગભગ અશક્ય છે. ઈંગ્લેન્ડના બ્રોમ્સગ્રોવ ક્રિકેટ ક્લબ તરફથી રમતા 12 વર્ષના ઓલિવર વ્હાઈટહાઉસે આ કારનામું કર્યું છે. ડાબોડી સ્પિન બોલર ઓલિવરે 6 બોલમાં સતત 6 વિકેટ લઈને બધાને ચોંકાવી દીધા છે. ઓલિવરે પોતાની જાદુઈ સ્પિન વડે 6 બોલમાં સતત 6 વિકેટ લીધી અને ડબલ હેટ્રિક પૂરી કરી હતી.
ઓલિવર વ્હાઇટહાઉસના કારનામા બાદ બ્રોમ્સગ્રોવ ક્રિકેટ ક્લબના કેપ્ટન જેડન લેવિટે બીબીસીને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે ઓલિવરે જે કર્યું છે તેના પર તેઓ વિશ્વાસ કરી શકતા નથી. ઓલિવર પોતે કરેલા પરાક્રમના મહત્વથી વાકેફ નહીં હોય. તેઓ ચોક્કસપણે આ બધી બાબતો પછીથી સમજી શકશે. કુલ 8 વિકેટ લીધી. ઓલિવરના આ પ્રદર્શનની માહિતી તેની પોતાની ક્લબ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ દ્વારા આપવામાં આવી હતી. તેને વાઈરલ થતા વધુ સમય નથી લાગ્યો. ડાબોડી સ્પિનર ઓલિવરે આ મેચમાં 2 ઓવર ફેંકી હતી, જેમાં તેણે કોઈ રન આપ્યા વિના કુલ 8 વિકેટ ઝડપી હતી.