પીજીવીસીએલના સત્તાવાર સર્વે મુજબ હાલ સુધીમાં 28,954 વીજ પોલ અને 4712 ટીસી ડેમેજ, 1630 ગામો અને 16 નગરોમાં વીજ પુરવઠો ખોરવાયો, 3283 ફીડરો બંધ : વીજકર્મીઓને મહિના સુધી સમારકામે લાગવું પડશે
સૌરાષ્ટ્ર-કચ્છમાં અંદાજે એકાદ લાખ વીજપોલ ધરાશાયી થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જો કે પીજીવીસીએલના સત્તાવાર સર્વે મુજબ હાલ સુધીમાં 28,954 વીજ પોલ અને 4712 ટીસી ડેમેજ થયા છે. 1630 ગામો અને 16 નગરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 283 ફીડરો બંધ થયા છે. આ સ્થિતિમાં વીજકર્મીઓને મહિના સુધી સમારકામે લાગવું પડશે તેવું જણાઈ રહ્યું છે.
બિપરજોય વાવાઝોડાએ જતા જતા પણ કહેર મચાવ્યો છે. ખાસ કરીને સૌથી વધુ નુકસાન વીજતંત્રને પહોચાડ્યું છે. આ નુકસાન અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન હોવાનું માનવાના આવી રહ્યું છે.
જામનગર – દ્વારકા
જામનગર અને દ્વારકા પંથકમાં સૌથી વધુ નુકસાન થયું છે આ બંને પંથક જામનગર સર્કલ હેઠળ આવે છે. જ્યાં 455 ગામો અને 3 નગરોમાં વીજ પુરવઠો ખોરવાય ગયો છે. જ્યારે 23751 વીજપોલ ધરાશાયી થયા છે અને 4490 ટીસી ડેમેજ થયા છે. 122 જ્યોતિગ્રામ, 563 એગ્રીકલ્ચર, 12 અર્બન, 8 એચટી અને 7 જીઆઇડીસીના ફીડર બંધ થયા છે.
ભુજ
ભુજમાં 748 ગામોમાં તથા 3 નગરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. 491 વીજપોલ ધરાશાયી થયા છે. 12 ટીસી ડેમેજ થયા છે. ઉપરાંત 173 જ્યોતિગ્રામ, 447 એગ્રીકલ્ચર 32 અર્બન, 23 એચટી અને 21 જીઆઇડીસીના ફીડરો બંધ થયા છે
અંજાર
અંજારમાં 346 ગામોમાં તથા 7 નગરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 251 વીજપોલ ધરાશાયી થયા છે. 15 ટીસી ડેમેજ થયા છે. 97 જ્યોતિગ્રામ, 225 એગ્રીકલ્ચર, 44 અર્બન, 46 એચટી, 45 જીઆઇડીસી ફીડર બંધ થયા છે.
મોરબી
મોરબીમાં 56 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 560 વીજપોલ ધરાશાયી થયા છે. 21 ટીસી ડેમેજ થયા છે. 29 જ્યોતિગ્રામ, 176 એગ્રીકલ્ચર, 3 અર્બન અને 58 જીઆઇડીસીના ફીડરો બંધ થયા છે.
રાજકોટ ગ્રામ્ય
રાજકોટ ગ્રામ્યમાં 1 ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો છે. 558 વીજપોલ ધરાશાયી થયા છે. 45 ટીસી ડેમેજ થયા છે. 3 જ્યોતિગ્રામ, 293 એગ્રીકલ્ચર, 7 જીઆઇડીસી ફીડરો બંધ થયા છે.
પોરબંદર
પોરબંદરમાં 18 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 1465 વીજપોલ ધરાશાયી થયા છે. 42 ટીસી ડેમેજ થયા છે. 3 જ્યોતિગ્રામ, 84 એગ્રીકલ્ચર ફીડર બંધ થયા છે.
જુનાગઢ
જુનાગઢમાં 1013 વીજપોલ ધરાશાયી થયા છે. 59 ટીસી ડેમેજ થયા છે. 179 એગ્રીકલ્ચર ફીડર બંધ થયા છે.
ભાવનગર
ભાવનગરમાં 111 વીજપોલ ધરાશાયી થયા છે. 6 ટીસી ડેમેજ થયા છે. 67 એગ્રીકલ્ચર ફીડર બંધ થયા છે.
બોટાદ
બોટાદમાં 209 વીજપોલ ધરાશાયી થયા છે. 1 ટીસી ડેમેજ થયું છે. 82 એગ્રીકલ્ચર ફીડર બંધ થયા છે.
અમરેલી
અમરેલીમાં 1ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 333 વીજપોલ ધરાશાયી થયા છે. 16 ટીસી ડેમેજ થયા છે. 247 એગ્રીકલ્ચર ફીડર બંધ થયા છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં 5 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 176 વીજપોલ ધરાશાયી થયા છે. 5 ટીસી ડેમેજ થયા છે. 184 એગ્રીકલ્ચર ફીડર બંધ થયા છે.