તા. ૧૭.૬.૨૦૨૩ શનિવાર
સંવંત ૨૦૭૯ જેઠ વદ ચતુર્દશી
નક્ષત્ર:રોહિણી
યોગ:શૂળ
કરણ: ચતુષ્પાદ
આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે.
મેષ (અ,લ,ઈ): આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.
વૃષભ (બ,વ,ઉ): સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ): ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે ,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ): થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ): જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ ,ણ ): આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે ,પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત): પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે ,વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ ખુશનુમા વીતે .
વૃશ્ચિક (ન ,ય ): નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે ,ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ): વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.
કુંભ (ગ ,સ,શ ): આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે ,ભાઈ ભાંડુ સુખ સારું રહે,અંગત મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
આજરોજ દંડનાયક શનિ મહારાજ વક્રી બની રહ્યા છે
આજરોજ ૧૭.૬.૨૦૨૩ અને શનિવાર દર્શ અમાસ છે શનિવાર અને દર્શ અમાસ હોવાથી દર્શ અમાવસ્યા બને છે જેનું સાધના માર્ગે વિશેષ મહત્વ છે. જયારે શનિ રાહુ કેતુ જેવા ક્રૂર ગ્રહ પરેશાન કરતા હોય ત્યારે તેના વિધાન શનિ અમાવાસ્યાના દિવસે કરવાથી લાભ થાય છે વળી આ દિવસે મનને સ્થિર કરી આત્માની અનુભૂતિ કરી શકાય છે.
આજરોજ દંડનાયક શનિ મહારાજ વક્રી બની રહ્યા છે છેલ્લા થોડા સમયથી આપણે તેની અનુભૂતિ કરી રહ્યા છીએ વળી સૂર્ય મીથુન રાશિમાં પ્રવેશી ચુક્યા છે જેથી વાયુ તત્વમાં ક્રૂર ગ્રહોની અસરના કારણે વાયુ તત્વ વિશેષ પ્રભાવી બને છે જેના લીધે આગામી દિવસોમાં વિમાની દુર્ઘટનાઓ અને આગજનીથી ખાસ સંભાળવું પડશે.
આગામી સમયમાં આતંકી ગતિવિધિ પણ તેજ થતી જોવા મળશે અને બે દેશો વચ્ચે માહોલ ખરાબ થતો જોવા મળશે જો કે આ સમયમાં પાકિસ્તાન સાથે ભારતને મધ્યમ રહેશે અને પહેલી વાર કેટલાક મુદ્દે સાથે આવતા જોવા મળશે. વક્રી શનિ સદા વક્રી રાહુ પર ત્રીજી દ્રષ્ટિ કરી રહ્યા છે જે ફ્રોડના નવા નવા રસ્તાઓ ખોલશે અને નવી રીતે ઓનલાઇન ફ્રોડ થતા જોવા મળશે અને ડેટા લીક તથા ડેટા સેલ થતો અને સાઈટ હેક થતી જોવા મળશે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨