ઉપલેટામાં છ ઈંચ,ધોરાજી,ખંભાળીયા અને જામજોધપુર ચાર ઈંચ,જામકંડોરણામાં સાડા ત્રણ ઈચ,કલ્યાણપુર, કાલાવડમાં ત્રણ ઈંચ વરસાદ: સવારથી સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ
બિપરજોય વાવાઝોડાની અસરતળે સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડયો છે. વાવણીલાયક વરસાદ વરસી ગયો છે. સવારથી જ સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે.સૌરાષ્ટ્રમાં છ ઈચ સુધી વરસાદ વરસી ગયાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટમાં પણ સવારથી જ અનરાધારવરસાદ વરસી રહ્યો છે.
ગઈકાલે રાત્રે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં અનરાધાર છ ઈંચ વરસાદ વરસ્યો હતો. આઉપરાંત ધોરાજીમાં ચાર ઈંચ, જામકંડોરણામાં સાડાત્રણ ઈંચ, અને જેતપુરમાં બે ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત પડધરીમાં દોઢ ઈંચ, લોધીકામાં એક ઈંચ વરસાદ પડયો હતો. રાજકાષટમાં ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. મોરબી જિલ્લામાં મોરબી અને ટંકારામાં દોઢ ઈંચ, જામનગર જિલ્લામાં જામજોધપુરમાં ચાર ઈંચ, કાલાવડમાં 3 ઈંચ, જામનગર, લાલપુર, ધ્રોલમાં દોઢ ઈંચ, વરસાદ પડયો હતો.
દેવભૂમી દ્વારકા જિલ્લાનાં ખંભાળીયામાં ચાર ઈંચ, દ્વારકામાં સાડા ત્રણઈંચ, કલ્યાણપૂરમાં 3 ઈંચ, અને ભાણવડમાં દોઢ ઈંચ, પોરબંદર જિલ્લાના કુતિયાણા, રાણાવાવ, પોરબંદરમાં એક ઈંચ ભાવનગર જિલ્લાના ભાવનગર શહેરમાં બે ઈંચ, ઘોઘામાં એક ઈંચ, વરસાદ પડયો હતો. જૂનાગઢ, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ એક ઈંચ સુધી વરસાદ પડયો હતો.
આજે સવારથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હળવા ઝાપટાથી લઈ બેઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. રાજકોટમાં સવારે 3 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડયા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે.
સૌરાષ્ટ્રમાં સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 84 તાલુકાઓ સવારથી વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આજે સવારે રાજકોટ જિલ્લાના લોધિકામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ, ગાંધીધામમાં ત્રણ ઇંચ, દ્વારકામાં અઢી ઇંચ, જામનગરમાં અઢી ઇંચ, માળીયા-મિયાણામાં અઢી ઇંચ, ખંભાળિયામાં અઢી ઇંચ, કચ્છના માંડવી, ભચાઉ, જામકંડોરણા, અબડાસા, વાંકાનેરમાં બે ઇંચ, અંજાર, મુંદ્રા, ધોરાજી, ટંકારામાં દોઢ ઇંચ, વડાલી, કુતિયાણા, મોરબી, જોડીયા, રાપર, હળવદ, કાલાવડ, ધ્રોલ અને કોટડા સાંગાણીમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
વાવાઝોડાને લઈને ધાર્મિક સ્થળો આજે પણ બંધ રહેશે
ગુજરાત પર વાવાઝોડાને લઈને તમામ મંદિરો ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા છે. સોમનાથ, દ્વારકાધીશ, ખોડલધામ, સાળંગપુર, ખોડલધામ, સાળંગપુર, ગોપીનાથ મંદિર પણ ભક્તો માટે બંધ રહેશે. ત્યારે મંદિરની વેબસાઈટ પર ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે. ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી શ્રી દ્વારકાધીશ મંદિર આજે પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. દ્વારકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી દ્વારકાધીશ મંદિર આજરોજ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જોકે મંદિરમાં શ્રીજીની સેવા- પૂજાનો નિત્યક્રમ પરંપરા મુજબ પૂજારીઓ દ્વારા ચાલુ રહેશે. શ્રીજીના નિત્ય દર્શન માટે સંસ્થાની વેબસાઈટ ૂૂૂ.મૂફસિફમવશતવ.જ્ઞલિ તથા સંસ્થાના અન્ય અધિકૃત સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ભક્તો દર્શન કરી શકશે. મંદિરના પૂજારીઓ દ્વારા ભગવાન દ્વારકાધીશનો નિત્યક્રમ ચાલુ રહેશે. તેમજ વાવાઝોડાને કારણે આજે પણ જગત મંદિર ખાતે ધજા ચડાવશે નહિ. સ્થાનિક પ્રશાસન દ્વારકા પ્રવાસ આવતા લોકોને પ્રવાસ ટાળવા અપીલ કરી છે.
જામજોધપુરના સિદસર ગામ પાસેનો
ઉમિયા સાગર ડેમ ઓવરફલો બે દરવાજો ખોલાયો
વહેલી સવારે ડેમ ઓવરફલો થતા બે દરવાજા ખોલી પાણી નદીમાં છોડાયું: હેઠવાસના છ ગામોને સાવચેત કરાયા
બિપોરજોય વાવાઝોડાની અસરના કારે પડેલા ભારે વરસાદના કારણે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ગામ પાસે આવેલો ઉમિયા સાગર ડેમ ઓવર ફલો થઇ ગયો હતો વહેલી સવારે ડેમનો બે દરવાજો 0.325 ફુટ ખોલી નાંખવામાં આવ્યો હતો. હેઠવાસના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. નદીના પટમાં ન જવા પણ તાકીદ કરાય છે.
સિદસર નામ પાસે આ વર્ષો ઉમિયા સાગર ડેમમાં માતબર પાણીની આવક થવા પામી છે. દરમિયાન આજે વહેલી સવારે 5.45 કલાકે ડેમ 100 ટકા ભરાય ગયો હતો જેના કારણે ડેમનો એક દરવાજો 0.325 ફુટ ખોલી દેવામાં આવ્યો છે. હાલ 274 કયુસેક પાણીની આવક છે. જેની સામે 274 કયુસેક પાણીની જાવક થઇ રહી છે. ડેમના હેઠવાસના ગામો ઉપલેટાના હરિયાસણ, ચારેલીયા, ખારરિયા (શહીદ), રાજપરા, રબારિકા અને જાર ગામના લોકોને નદીની પટમાં અવર જવર ન કરવા તાકીદ કરવામાં આવી હતી.આ ઉપરાંત મચ્છુ-ર, ઘોડાધ્રોઇ, બંગાવાડી, બ્રાહ્મણી, મચ્યુ-3, ફુલઝર, વાડીસેગ, ફુલઝર, વેરાડી-1, મીણસાર ડેમમાં પાણીની આવક થવા પામી હતી.
જિલ્લા વન વિભાગની ટીમોએ જમીનદોસ્ત થયેલા 70થી વધુ વૃક્ષો હટાવી રસ્તા ખુલ્લા કરાવ્યા
બિપરજોય વાવાઝોડાને કારણે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દિવસ – રાત ખડેપગે રહીને કામગીરી કરી રહ્યુ છે. જિલ્લાની ફોરેસ્ટ ટીમ દ્વારા રસ્તાઓ પર ધરાશાયી થયેલ વૃક્ષો તાત્કાલીક અસરથી દૂર કરવાની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે. 52 માનવબળ સાથેની 25 ટીમ દ્વારા પાટણવાવથી માણાવદર રોડ, તોરણીયા મોટી પરબડી રોડ, જામકંડોરણા – ગોંડલ રોડ, કાગવડ – જેતપુર રોડ, ઘોઘાવદર ગોંડલ બાયપાસ રોડ સહિત અત્યાર સુધીમાં આશરે 70થી વધુ ધરાશાયી થયેલ વૃક્ષોને દૂર કરીને રસ્તાઓ ક્લીઅર કરવામાં આવ્યા છે.
આપત્તિ સામે સરકાર મકકમતાથી લડી:કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ
કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં વરસાદ વરસી રહ્યો છે, પવન ફંકાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે તમામ વ્યવસ્થાઓ કરી છે. વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક પૂર્વવત કરવા 600 જેટલી ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સિવાય કોઈ ઈજાગ્રસ્તોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 6464 જેટલાં લોકોને 119 જેટલાં આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા છે.
જેમની ખોરાક – પાણી, મેડિકલ સવલતો આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં શહેર અને જિલ્લાઓનું વહીવટી તંત્ર કાર્યરત છે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વોર્ડ વાઈઝ, તાલુકા વાઈઝ અને જિલ્લા વાઈઝ સતત ખડેપગે છે. ઠેર ઠેર ફૂડ પેકેટનું નિર્માણ કરાઈ રહ્યું છે જે જરૂરિયાતમંદોને પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, તંત્ર અને સરકાર કોઈ પણ આપત્તિ સામે લડવા માટે સજ્જ છે. કેબિનેટ મંત્રીએ પ્રજજનોને અપીલ કરતા કહ્યું હતું કે, તંત્રએ જે સૂચના આપી છે તેનું પાલન કરવું, બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને ભયભીત થવું નહીં.
ઝીરો કેઝ્યુલિટીના સૂત્ર સાર્થક કરતું સરકારી તંત્ર : રામભાઈ મોકીરીયા
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકીરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્ય સરકાર જે સૂચનાઓ આપી રહી છે તેનો પ્રજાજનો અમલ કરે તેવી મારી અપીલ છે. વાવાઝોડા સામે લડવા માટે તંત્ર, રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કટીબદ્ધ છે. જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે પણ ઝીરો કેઝ્યુલિટીના સૂત્રને સાર્થક કરવા તંત્ર કાર્યરત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજકોટની પ્રજા સેવાભાવી છે ત્યારે કોઈ પણ આપત્તિમાં રાજકોટના લોકો ખડેપગે રહી, તંત્ર સાથે સંકલન કરી સેવાકાર્યો કરતા હોય છે. અગાઉ કચ્છ ભૂકંપની ઘટના, સુરત પ્લેગ રોગચાળા સમયે, મોરબી પૂરની ઘટના વેળાએ પણ રાજકોટના લોકો સેવા કરવા માટે પહોંચી ગયાં હતા તે રાજકોટની પ્રજાની ખુમારી છે.