ઓપરેશન કિલન મની હેઠળ કરચોરીની શંકાને લઇ દિનાકરણ અને શશીકલાના ૧૮૭ સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા
જેલમાં બંધ એઆઇએડીએમકેના નેતા શશીકલાના ૧૮૭ ઠેકાણા પર આવકવેરા વિભાગના ૧૮૦૦ અધિકારીઓએ દરોડા પડયા છે. ઓપરેશન કિલન મની હેઠળ કરચોરીની શંકાને લઇ આવકવેરા વિભાગે શશીકલાની મિલકતો પર છાપા માર્યા છે. તમિલનાડુની સાથે બેગ્લુરુ પોંડચેરી અને દિલ્હીમાં પણ શશીકલા, દિનાકરણ અને તેમના સગાઓના ૧૮૭ ઠેકાણાથી તેમ જ તેની મીલકતો પર આવકવેરા વિભાગના ૧૮૦૦ અધિકારોએ વહેલી સવારથી દરોડા પાડવાનું શરુ કરી દીધું હતું.
આ દરમીયાન આવકવેરા અધિકારીઓએ આરોપ પાત્ર દસ્તાવેજ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરીછે. સુત્રોના જણાવ્યા અનુસાર શશીકલા અને દિનાકરણની મીલ્કતો પર છાપેમારીમાં તમિલનાડુ સરકારે ખાસી એવી મદદ કરી હોવાનું જાણવા મળ્યું કે, આવકવેરા વિભાગ શશીકલાનો પતિ એમ. નટરાજન, ભાઇ વી.કે. ધીવાક‚ણ ભત્રીજો દીનાકરણ સહીતના સંબંધીઓની પ્રોટર્પીઓની પણ તપાસ કરી રહ્યું છે.
એઆઇએડીએમ કે ના અંકુશ મુદ્દે મુખ્યમંત્રી પલાનીસામી અને ઉપમુખ્યમંત્રી પનીર સેલ્વમની સામે સંઘર્ષમાં ઉતરેલા દિનાકરણે જણાવ્યું કે તેમના ફાર્મ હાઉસ પર દરોડા પાડવાના આવ્યા છે. આવકવેરા અધિકારીઓએ જણાવ્યું કે દિનાકરણ વિરુઘ્ધ નકલી કંપનીઓ શંકાસ્પદ રોકાણ નાણાની શંકાસ્પદ દેવડ-દેવડ અને બેંક એકાઉન્ટમાંથી મોટી રકમનું ટ્રાન્સફર જેવા આક્ષેપો મુકાયા છે. મિડાસ ડિસ્ટલરીમે અને જાઝ સીનેમાના પરિસરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા આ બંન્ને કંપનીઓ પણ જયા ટીવી સાથે સંકળાયેલી છે.