પોલીસ ફરિયાદનો ખાર રાખી ફરિયાદી યુવાન, તેના ભાણેજ અને ભાઈની નોનવેજની લારીમાં કારથી ટક્કર મારી નુકસાન કર્યું
મોડીરાતે ફરિયાદીના ભાણેજે ધમાલ મચાવી: સ્કોર્પિયો ચાલક આરોપીની શોધખોળ શરૂ
રાજકોટમાં રહેતા અને નોનવેજના ધંધાર્થી સાથે અગાઉ થયેલી માથાકુટમાં ફરિયાદનો ખાર રાખી યુવાન તથા તેના ભાઈ અને ભાણેજની ચાર લારી સાથે સ્કોર્પિયો કારથી ટક્કર મારી નુકશાન પહોંચાડી આતંક મચાવતા માલવીયાનગર પોલીસ મથકે કોઠારીયા મેઈન રોડ ઉપર મહેશ્વરી સોસાયટીમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લેઉવા પટેલ સોસાયટીમાં રહેતા અને ઈંડાની લારી ચલાવતા બોદુભાઇ ઓસમાણભાઇ ઠાસરીયા(ઉ.વ.38)એ માલવીયાનગર પોલીસ મથકે કોઠારીયા મેઇન રોડ પર રહેતા મહેશ્વરી સોસાયટીમાં રહેતા તેના ભાણેજ ઇમરાન અબુભાઇ મીનીવાડિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં બોદુભાઈએ જણાવ્યું હતું કે, હું ઉપર લખાવેલ સરનામે મારા પરિવાર સાથે 2હું છું અને ઉમાકાન્ત શેરી નં. 44 ખુણાથી આગળ લક્ષ્મીનગર મેઇન રોડ પર કિસ્મત એગ નામે ઇંડાની. લારી ચલાવું છું. ગત મોડી રાત્રીના હું તથા મારો પુત્ર અલ્ફાજ (ઉ.વ.17)વાળો અમો બંન્ને રાત્રીના સમયે મારી ઉપરોકત સરનામે આવેલી ઇંડાની લારીએ હતા.
ત્યારે રાત્રીના સવા બારેક વાગ્ય મારો પુત્ર લારી બંધ કરતો હતો અને હું ત્યા લઘુશંકા કરવા માટે ગયો હતો. બાથરૂમ કરી આવીને જોયુ તો મારી ઇડાની રેકડી પડી ગઈ હતી અને મારા પુત્ર અલ્ફાજે મને વાત કરેલ કે, ઇમરાન અબુભાઇ મીનીવાડીયા કાળાકલરની નંબરવગરની સ્કોર્પીયો ગાડી લઇને આવ્યો અને આપણી રેકડી સાથે અથડાવી રેકડી ઉંધી નાખી દીધી અને નુકશાની કરીને વાત કરી હતી અને થોડીવાર બાદ મારા પત્ની રસીદાનો ફોન આવ્યો અને કહ્યું હતું કે, આનંદ બંગલા ચોકમાં આવેલી આપણા ભાણેજની દુકાને ઝધડો થયો છે. તેમ વાત કરતા અને થોડીવાર બાદ મારા ભાણેજ ઇમરાન યુનુસભાઇ મોદીનો મારા પર ફોન આવેલ અને કહેલ કે, તમો જલદી મારી હોટલે આવો ઇમરાન ઝધડો કરવા આવ્યો છે.
તેમ વાત કરતા હું તુરત જ આનંદ બંગલાચોકમાં ગયો તો મારા ભાણેજની કિસ્મત એગ સેન્ટર નામની હોટલ આગળ રહેલ બે રેકડીમાં સામાન અસ્તવ્યસ્ત પડેલ હતો અને મારા ભાણેજ ઇરફાન મોદીએ મને વાત કરેલ કે, ઇમરાન મીનીવાડીયા કાળાકલરનો સ્કોર્પીયો લઇને આવેલ અને ગાડીમાંથી નીચે ઉતરી મને ભુંડી ગાળો આપી તેની કાર લઇ જતો રહેલ બાદમાં ફરીથી તે સ્કોર્પીયો કાર લઇને આવેલ અને હોટલ બહાર રહેલ બંન્ને રેકડીમાં જાણી જોઇને કારથી બે-ત્રણ વાર ઠોકર મારી નુકશાની કરેલ અને જતાજતા તને હું જીવતો નહીં રેવા દવ તેવી ધમકી આપતો ગયેલ.
તેવામાં મારા મોટાભાઇ નુરમામદભાઇ ઓસમાણભાઇ ઠાસરીયામારી પાસેઆવેલ અને કહેલ કે, તેની રેકડીમાં પણ ઇમરાન મીનીવાળીયાએ કારથી ઠોકર મારી નુકશાની કરેલછે તેમ વાત કરેલ. આ બનાવાનું કારણ એછે કે, મારા ભાણેજ ઇરફાન યુનુસભાઇ મોદીએ ઇમરાન મીનીવાડીયા જે અમારા સગા થતા હોય તેમને લોકડાઉન પહેલા તેને મકાન લેવા માટે હાથ ઉછીના રૂપીયા આપેલ હતા અને ઇમરાન મીનીવાડિયા પાસે હાથ ઉછીના રૂપીયા અવારનવાર માગેલ અને કટકેકટકે રૂપીયા આપ્યા જતા તે વાતનુ મનદુ:ખ રાખી મારા ભાણેજના ઘરે ઝધડો કરેલ હતો અને અમોએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ અને આ વાતનું મનદુ:ખ રાખી આ કૃત્ય આચર્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.