ભારતમાં ચોથી સદીમાં તેનો ઉપયોગ શરૂ થયો, જે અજંતા-ઈલોરાની ગુફાના શિલ્પ સ્થાપત્ય પરથી ખ્યાલ આવે છે: સંસ્કૃત શબ્દ ‘મેંધિકા’ ઉપરથી મહેંદી શબ્દ આવ્યો: સગાઈ-લગ્ન કે પરિવારના વિવિધ શુભ પ્રસંગે મહેંદી મુકવાનું ચલણ છે
મહિલાઓ માટે શારીરિક કલાનું એક લોકપ્રિય રૂપ છે: પાકિસ્તાન, ઈરાન, નેપાળ અને માલદીવની મહિલાઓ પણ મહેંદી મુદે છે: કેન્સર, એલોપેસીયા જેવા રોગેમાં દર્દીના વાળખરી જવાથી તેનો માથાની સજાવટ માટે પણ ઉપયોંગ થાય છે: આજકાલ તો લગ્ન પ્રસંગે મહેંદીની રસમનો ભવ્ય કાર્યક્રમ હોય છે
મહેંદી લાગે કે રખના, ડોલી સજા કે રખના જેવા ઘણા ફિલ્મી ગીતો તથા તેની રસમ વિવિધ ભવ્ય કાર્યક્રમો ટીવી સિરીયલ અને ફિલ્મમાં જોવાથી હવે આપણે પણ પ્રવર્તમાન યુગમાં પારિવારીક કાર્યક્રમો કરીએ છીએ. મહેંદી એ સુખી લગ્નજીવન સાથે નારી માટે શ્રૃંગારનું એક અભિન્ન અંગ છે. મહેંદી એક પ્રાચિન કલાપણ છે જેનો વિકાસ મુગલ કાળમાં વિશેષ થયો હતો. આજે તો હાથ પગમાં તેને મુકવાનો ક્રેઝ જબ્બર જોવા મળે છે. મહેંદીનો રંગજેટલો ઘેરો હોયતેટલું તેનું વૈવાહિક જીવન સારૂ હોય છે. તેવી માન્યતાઓ છે, પણ લગ્ન સમયે અનેક ચિંતા રહેતી હોય છે. અને મહેંદી માનસિક શાંત આપીને ચિંતામુકત રાખતી હોવાથી મહેંદી લગાવાય છે.
આપણી પરંપરા-સંસ્કૃતિમાં મહેંદીનું અગ્રિમ સ્થાન છે. તેને શરીરના હાથ પગ ચહેરાની કલા તરીકે ઓળખાય છે. ખાસ સ્ત્રીઓ પરિવારના શુભ પ્રસંગો જેવા કે સગાઈ લગ્નમાં મહેંદી મુકાય છે. ભારતનાં લગભગ દરેક રાજયમાં આ રસમ સામાન્ય છે. આજે મહેંદી મુકવા વાળશ પણ લગ્નમાં બોલાવાય છે. ઘાટા રંગની વિવિધ ડિઝાઈન સાથે વર વધુના ફોટાપણ હાથમાં સુંદર કલાત્મક રીતે બનાવાય છે. બંને સંપૂર્ણ હાથમાં અને પગમાં મહેંદી મુકવામાં આવે છે. આપણી ગુજરાતની લાકેસંસ્કૃતિમાં મેંદીતે વાવી માળવે ને, એનો રંગ ગયો ગુજરાત રે… મેંદી રંગ લાગ્યો જેવા અનેક લોક ગીતો છે. લગ્નમાં મહેંદી રસમ જેવી વિધી પણ કરવામાં આવે છે. આજે તો તેનો પધ્ધતીસરનો કોષ કરીને તેને વ્યવસાયીક ધોરણે ધણા લેડીઝ સારી આમદાની રળી લે છે.
મહેંદીનો પ્રથમવાર ઉપયોગ પ્રાચિન મિસ્રમાં મમીની સજાવટ માટે કરાયો હતો. જોકે આપણા દેશમાં અંજતા ઈલોરાની મુફા જેવા વિવિધ શિલ્પ સ્થાપત્ય જોતા તેની શરૂઆત ચોથી સદીથી થઈ હોવાના પૂરાવા મળે છે. આ મહેંદી શબ્દ આપણી પ્રાચિન ભાષા સંસ્કૃત શબ્દ મેંધિકા ઉપરથી આવ્યો છે. ભારતીય ઉપમહાદ્વિપ આ એક સામાન્ય ચલણ છે. મહેંદીના છોડના સુકા પાંદડાને વાટીને મહેંદી બનાવાય છે. આજે તોતૈયાર પેસ્ટ કો બજારમાં મળી રહ્યા છે. ઘણા નિષ્ણાંત બહેનોતો પોતે પોતાના હાથમાં મહેંદી મૂકતા જોવા મળે છે.
પાકિસ્તાન, ઈરાન, નેપાળ, માલદીવની મહિલાઓ પણ ભારતીય મહિલાની જેમ મહેંદી મુકે છે. તે મહિલાઓ માટે શારીરીક કલાનું એક લોકપ્રિય રૂપ છે. ઉત્તર અને મધ્ય પૂર્વે આફ્રિકામાં જોવા મળતી કલા મહેંદીને ઘણી મળતી આવે છે. આવી રીતના બોડી આર્ટને દક્ષિણ એશિયામાં મહેંદી ડિઝાઈન કહેવાય છે. મહેંદીનો અર્થ જોઈએતો દુલ્હનના હાથ પગ પર મહેંદી (હિના) કહે છે. જે મહિલાઓની હથેળીમાં વધુ તો કયારેક પુરૂષો પણ મુકે છે. મુખ્યત્વે તેનો રંગ ભૂરો હોય છે. પણ કારેક સુંદરતા વધારવા ડિઝાઈન અનુરૂપ સફેદ લાલ કાળો, ગોલ્ડન જેવા કલરનો ઉપયોગ કરાય છે.
મહેંદીનો એક ઉપયોગ કેન્સર એલોપેસીયા જેવા રોગથી પીડીત મહિલા તેના માથામાં સજાવટ તરીકે કરે છે. આવા દર્દમાં દર્દી વાળ સાવ ખરી જવાથક્ષ એક સારા લુક માટે આનો ઉપયોગ કરાય છે. હિન્દુત તહેવારોમાં કેટલીય મહિલાઓ ખંભા અને પીઠ ઉપર મહેંદીની વિવિધ ડિઝાઈન-લોગો વિગેરે કરાવે છે, આવી જ રીતે પુરૂષો પણ હાથ પગ પીઠ અને છાતી ઉપર પણ કરાવે છે. ભારતના બંગાળ રાજય અને બાંગ્લાદેશમાં એક લાલ રંગનો મહેંદીનો રંગ ડીઝાઈન અમુક સમયે ચાલ્યો જાય છે. જયારે ટેટુ જીવનભર એમને એમ જ રહેતો હોવાથી આજનો યુવા વર્ગ તેના તરફ વધુ ઢળ્યો છે.
મહેંદી જેવા વિષયને લઈને ફિલ્મો હિન્દી કે ગુજરાતી તથા ટીવી ધારાવાહિક ના દ્રશ્યો ગીતોમાં વણી લેવામાં આવે છે. મહેંદી રંગ લાગ્યો ગુજરાતી ફિલ્મ પણ આવી હતી. લગ્નના ગીતો વખતે ગીતકારો આ મહેંદી શબ્દે વણી લઈને ઘણા ગીતો લખ્યા છે. આપણા શુભ પ્રસંગોનાં દિવસે અગાઉ જેની સંપૂર્ણ તૈયારી મહિલા વર્ગ કરી લે તે માત્ર મહેંદીે.
ભારતીય પરંપરામાં લગ્ન સગાઈ કે પરિવારના શુભ પ્રસંગો સાથે આપણા વિવિધ તહેવારો જેવા કે દિવાળી કરવા ચોથ, ભાઈબીજ, નવરાત્રી દુર્ગાપુજા ઉપર મહેંદી મૂકવામા આવે છે. નવી વહુ ઘરમાં આવે ત્યારે તેની મહેંદી સુકાઈ નહી ત્યાં સુધી કશુ જ કામ આપણે કરવા દેતા નથી. એશિયાભરમાં મુસ્લિમ લોકો પણ લગ્ન પ્રસંગે ઈદ જેવા તહેવારોમાં વિશેષ રૂપથી મહેંદી મુકે છે. આજે તો માથામાં મહેંદી મૂકવામાં આવે છે. સિખ-મુસ્લિમ-હિન્દુ સાથે અમુક રાજયોમાં ખાસ આનું મહત્વ છે. રાજસ્થાની પરંપરામાં મહેંદીનું વિશેષ મહત્વ છે, તો મહેંદી અફઘાનિસ્તાનમાં ખૂબજ પ્રચલીત સાથે ત્યાંની સંસ્કૃતિમાં જોડાઈ છે.
આપણી લગ્ન પ્રથામાં દુલ્હાના રિશ્તેદારો ચાંદીની થાળીમાં બે મિણબત્તી પ્રગટાવીને ક્ધયા પક્ષવાળાને વિતરણ કરે છે. મહેંદી રસમ શરૂ થતા પહેલા વર પક્ષ અને આવેલા મહેમાનો ક્ધયાના માથા ઉપર સિકકા ફેંકે છે. આવી ધણી બધી રસમો ભારતનાં વિવિધ મહેંદી સાથે જોડાયેલી છે. 1990 પછી તો વિદેશોમાા પણ આનુ ચલણ વધ્યું છે. સુખી લગ્ન જીવન સાથે નારી માટે શ્રૃંગારનું એક અભિન્ન અંગ છે. આપણા પ્રાચિન રીવાજો સાથે મહેંદી પ્રાચિન કલાપણ છે. આ કલાનો વિકાસ મુગલોના જમાનામાં વધુ થયો હતો. અમુક સમાજમાં શ્રાવણ મહિનામાં હાથમાં મહેંદી અને લીલી બંગડીઓ પહેરવાનો રિવાજ છે.
મહેંદીનો રંગ તરત જ ડાર્ક કરવા લોકો અવનવા નુશ્ખા કરતા જોવા મળે છે. શુભ પ્રસંગોએ હાથ પગની શોભા વધારવા મહેંદી મુકવાની બાબતમા મહિલા વિશેષ કાળજી લે છે. રંગ ડાર્ક કરવા સરસીયાનું તેલ, લવીંગનો ભૂકો લીંબુ, ખાંડ, અથાણાનું તેલ વિગેરેનો પણ ઉપયોગ કરીને મહેંદીને વધુ ઘટ્ટ બનાવે છે.આપણા બોલીવુડમાં મહેંદી કળાને આગળ ધપાવવા મહેંદી લગાકે રખના, ડોલી સજા કે રખના, તથા મહેંકતી મહેંદી હૈ રંગ લાયેગી, જેવા ફિલ્મી ગીતો એ તેનું મહત્વ વધારેલ છે. ઉનાળો ચાલુ છે. ત્યારે તન-મનની શિતળતા બક્ષતી મહેંદીની માંગ વધી રહી છે. મહિલાના શરીરની ગરમીને આધારે હાથ પર મૂકેલી મહેંદી રંગ પકડે છે. ગરમી જેટલી વધુ એટલો મહેંદીનો રંગ વધુ અને લાંબો સમય ટકે છે. ત્યારબાદ મહેંદીને ‘સેકસ’નો એક નવો આયામ સાંપડયો અને પુરૂષોને પોતાની તરફ આકર્ષિત કરવા મહિલાઓ મહેંદી મૂકેલા હાથનો ઉપયોગ કરતી થઈ હતી.