૭૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન માટે ૩૧ ડીસેમ્બર સુધીમાં ઘર બેઠા સુવિધાઓ ઉ૫લબ્ધ કરવા બેંકોને આરબીઆઇનો આદેશ
હાલ, ડગલે ને પગલે બેકીંગ સુવિધાઓનો લોકો ઉપયોગ કરતા થયા છે. ત્યારે આ બેકીંગ સેવાઓનો લાભ બુઝુગોને ઘર બેઠા આપવા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ તમામ બેંકોને જણાવ્યું છે. આરબીઆઇ એ કહ્યું કે ૭૦ વર્ષથી વધુ વયના બુર્ઝુગો અને જે લોકો બેંક સ્થળે આવવા સક્ષમ ન હોય તેવા લોકોને ઘર સુધી બેંકની સેવાઓ પહોચવા કાર્યવાહી કરવી જોઇએ અને ૩૧ ડીસેમ્બર સુધીમાં સીનીયર સીટીઝનો માટે આ સેવા ઉપલબ્ધ કરવા આરબીઆઇઓ જણાવ્યું છે.
આરબીઆઇના નિર્દેશ મુજબ આ વર્ષના ડીસેમ્બર માસ સુધીમાં દરેક સીનીયર સીટીજનને બેક ટુ ડોરની સુવિધા મળશે. આ માટે બુઝુર્ગોના ઘરે જ ચેકબુક, ડીમાન્ડ ડ્રાફટસ અને કેશની ડીલીવરી પહોચાડવા સહીત પીક અપની સુવિધા ઉભી કરાશે. જાહેરનામું પ્રસિઘ્ધ કરતા આરબીઆઇએ જણાવ્યું કે, બેંકોમાં સીનીયર સીટીઝન્સ સાથે દુલર્ભ વલણ દાખવાનું હોય છે.
અને તેઓએ સામાન્ય સુવિધા માટે કલાકો સુધી લાઇનોમાં ઉભું રહેવુ પડે છે. આથી સીનીયર સીટીઝન્સની હાડમારીને દુર કરવા પ્રકારનો નિર્ણય લેવાયો છે.
૭૦ વર્ષથી વધુ વયના લોકો માટે ઘરબેઠા બેંક સેવા ઊભી થશે જેમાં બેંકમાંથી નાણા ઉપાડવા હોય તો તે નાણાને જે તે સીનીયર સીટીઝનના ઘર સુધી પહોચાડવા, ડીમાન્ડ ડ્રાફટસની ડીલીવરી કરી. કેવાયસી ડોકયુમેન્ટ, લાઇફ સર્ટીફીકેટ અને બેંક રીસીફ સહીતની સુવિધાઓનો સમાવેશ છે. આરબીઆઇએ આ સુવિધા ૩૧ ડીસેમ્બર સુધીમાં ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે.
આરબીઆઇએ અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે જીવન પ્રમાણ અંતર્ગત ડીજીટલ લાઇફ સર્ટીફીકેટ ની સુવિધાની સાથે બુઝુર્ગોને ડીજીટલ માઘ્યમ નો વધુ ઉપયોગ કરવા અર્થે પ્રોત્સાહીત કરવા જોઇએ. અને ઘરબેઠા પેન્શનની સુવિધા પણ મળવી જોઇએ આ ઉપરાંત બચત ખાતા માટે દર વર્ષે ઓછામાં ઓછા રપ ચેકો આપવાની બેંકોએ સુવિધા ઉપલબ્ધ કરવી જોઇએ અને ચેકબુક મેળવવા સીનીયર સીટીઝનોએ હાજર રહેવું જ જોઇએ એવો અભિગમ બેંકોએ ટાળવો જોઇએ તેમ આરબીઆઇએ કહ્યું છે.