ધુમ…ધુમ…. ફિલ્મ બાદ લોકોને વાનની સ્પીડમાં વધુ રસ રહ્યો છે ત્યારે ઓટોમોબાઇલ કંપનીઓ પણ વધુ ઝડપથી ગતિમાન વાહનો બનાવી રહી છે તેવા સમયે હેનેસેઇ કારની કંપની વિશ્ર્વની સૌથી ઝડપી ગાડી બનાવી છે. જેની ગતિ પ્રતિ કલાકની 482 K.M.રહેશે અને અત્યારે જે હયાત હોય તેવી ગાડીમાંથી સુપર ફાસ્ટમાં બુગાડી વેરોન ૧૬.૪ સુપર સ્પોર્ટ સૌથી ફાસ્ટેટ ગાડી છે. આ ગાડી વેનમ F5આખા વિશ્ર્વમાંથી માત્ર ૨૪ લોકોને જ મળશે જેનું મુખ્ય કારણ કં૫ની દ્વારા માત્ર ૨૪ મોડેલ જ તૈયાર કરવામાં આવશે.
હેનેસી વેનમ F5ની કિંમત ૧૦.૫૫ કરોડ રુપિયા છે. આ કારમાં 1600 BHPનો પાવર જનરેટ થાય છે જેના માટે ટર્બોચાર્જડ V8એન્જીન લગાવવામાં આવ્યું છે. આ ગાડી 0-400 KMપ્રતિ કલાકની સ્પીડથી ચાલી શકે છે. અને 0થી 400 KMની સ્પીડ પકડવા માત્ર ૩૦ સેક્ધડનો સમય જ લ્યે છે તેમજ 400ની ગતિથી ઝીરો સુધી પહોંચવામાં પણ ખુબ જ ઓછો સમય લ્યે છે આ ઉપરાંત ગતિની ક્ષમતા માટે ખાસ પ્રકારે ટાયર બનાવવામાં આવ્યા છે. ટેકનીકલી જોઇએ તો સીંગલ ક્લચ સેવન સ્પીડ ટ્રાન્સમિશન છે. જેના કારણે ગતિ મેળવવામાં સરળતા પણ રહે છે. તો રાહ જોવી રહી કે વિશ્ર્વની સૌથી સ્પીડી કાર મેળવવામાં કોણ પહેલું આવે છે.