લોકસભાની તૈયારીઓનો આરંભ

ગ્રામ્ય પ્રાંત વિવેક ટાંક, ધોરાજી પ્રાંત જયેશ લિખિયા, ડે. ડીડીઓ બ્રિજેશ કાલરીયા વિશેષ તાલીમ મેળવી પંચની આગળની સૂચના મુજબ જિલ્લાના અન્ય અધિકારીઓને તાલીમ આપશે

ચૂંટણી પંચે હાલ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે રાજકોટના ત્રણ અધિકારીઓ માસ્ટર ટ્રેનર તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય પ્રાંત વિવેક ટાંક, ધોરાજી પ્રાંત જયેશ લિખિયા, ડે. ડીડીઓ બ્રિજેશ કાલરીયાનો સમાવેશ થાય છે.

આગામી મે મહિનામાં લોકસભાની ટર્મ પૂરી થાય તે પૂર્વે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી માટેની આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના 26 સહિત રાજ્યના 116 ડેપ્યુટી કલેકટરની માસ્ટર ટ્રેનર તરીકે નિમણૂંક કરી બે તબક્કે પાંચ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ પાંચ વિષય માટે રાજયના 116 સ્ટેટ લેવલ માસ્ટર ટ્રેનર્સ માટે ગાંધીનગરના સરદાર ભવનમાં બે તબક્કામાં તાલીમ ગોઠવવામાં આવી છે. જેમાં 57 અધિકારીઓની પ્રથમ તાલીમ  પૂર્ણ થઈ છે. અને બીજી તાલીમ આગામી તા. 16થી બે દિવસ દરમિયાન યોજાનાર છે.

પ્રથમ તબક્કામાં ધોરાજી પ્રાંત જયેશ લિખિયા, જામનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી બોટાદ સહિત રાજયનાં 18 ડે. કલેકટરોને મતદારયાદી, મતદાર નોંધણી અધિકારી, આઈ.ટી. એપ્લિકેશન્સ, સીસ્ટમેટિક વોટર્સ એજયુકેશન એન્ડ ઈલેકટ્રોલ્સ પાર્ટીસિપેશાની તાલીમ આપવામાં આવી હતી. જ્યારે ગઈકાલે ગુરૂવારે રાજકોટ ગ્રામ્ય પ્રાંત, અમરેલી, બોટાદ, સોમનાથ, પોરબંદર, ભાવનગર, જામનગર સહિત રાજયના 20 ડે. કલેકટરોને ડિસ્ટ્રીક્ટ ઈલેકશન મેનેજમેન્ટ પ્લાન, વલ્નરેબિલીટી મેપિંગ, પોલીંગ પાર્ટી, મતદાન મથક, મતદાનના દિવસની વ્યવસ્થા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તા. 9ને શુક્રવારે ભાવનગ, બોટાદ, જામનગર, દ્વારકા, પોરબંદર સહિત રાજયનાં 19 ડે. કલેકટરોને લાયકાત, ગેરલાયકાત, નામાંકન, સ્ક્રૂટિની, ફોર્મ પરત ખેંચવા અને પ્રતિક ફાળવણીની તાલીમ આપવામાં આવશે. આ સાથે પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ થશે.

વધુમાં તા. 16ના રોજ અમરેલી, જામનગર સહિત રાજયનાં 20 ડે. કલેકટરને આચાર સંહિતા, ઉમેદવારોના ચૂંટણી ખર્ચનું, નીરીક્ષણ, મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરીંગ કમીટી, પેઈડ ન્યુઝની તાલીમ આપવામાં આશે. જયારે તા. 17નાં રાજકોટ જિલ્લા પંચાયતના ડે. ડીડીઓ બ્રિજેશ કાલરીયા , ભાવનગર, જામનગર, જૂનાગઢ, સોમનાથ સહિત 20 ડે. કલેકટરોને ઈવીએમ, વીવીપેટ, મતગણતરી, પોસ્ટલ બેલેટની તાલીમ આપવામાં આવશે.  ચૂંટણી સબંધિત 116 નાયબ કલેકટરની તાલીમ પૂર્ણ થયા બાદ આ અધિકારીઓ દ્વારા જિલ્લાકક્ષાએ લોકસભા ચૂંટણીની સ્ટાફને તાલીમ આપવામાં આવશે, હજૂ લોકસબા ચૂંટણી આડે નવેક મહિના બાકી છે તે પૂર્વે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.