ગોહિલ ક્ષત્રિય ગીરાસદાર સમાજ દ્વારા
અબતકની મુલાકાતમાં ગોહિલ ક્ષત્રિય ગિરાસદાર પરિવાર ના આગેવાનોએ આપી કાર્યક્રમની વિગતો
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા ક્ષત્રિય ગિરાસદાર ગોહિલ પરિવાર ના ઇષ્ટદેવ મુરલીધર મહારાજ નું નાની દ્વારકા પચ્છેગ ખાતે મંદિર નવ નિર્માણ નું આયોજન કરવામાં આવ્યું છે અબતકની મુલાકાતમાં પચ્છે ગામના દિલીપસિંહ ગોહિલ કુકડના દેવેન્દ્રસિંહ ગોહિલ ત્રાપજના તીર્થરાજ સિંહ ગોહિલ બોતળવાના જુવાનસિંહ ગોહિલ રામણકાના અજયસિંહ ગોહિલ ઘરવાળાના જદુવીર સિંહ ગોહિલ સહિતના આગેવાનોએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે મુરલીધર મહારાજ નું બનેલું મહત્વ રહ્યું છે મુરલીધર મહારાજની મૂર્તિ અને મંદિરનો પણ ભવ્ય ઈતિહાસ રહ્યો છે.
મુરલીધર ધામ નાની દ્વારકા પછેગામમાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ગંગાજળિયા ગોહિલ છત્રીય ગિરાસદારના ઇષ્ટદેવ મુરલીધર દાદા નુ ભવ્યાતિ ભવ્ય મંદિર ના નિર્માણના અવસરે રાજકોટમાં વસતા ગોહિલ ક્ષત્રિય ગિરાસદાર પરિવારને સેવા કાર્ય ની ઈચ્છા હોય પરંતુ સમય સંજોગોવસ મંદિર સેવા કાર્ય સ્થળ સુધી પહોંચી શકતા ન હોય તેવા ભાવિકો માટે મંદિરમાં ઉપયોગમાં લેવાની ઇટની પૂજા અર્ચનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
તારીખ 11 6 રવિવારે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે વિષ્ણુ વિહાર સોસાયટી રૂડા નગ યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે ગોગા મહારાજ કાર્યક્રમમાં સાંજે ચાર વાગે ઇટ નું પૂજન 5:30 વાગે દાદા ના સામૈયા કાર્યક્રમમાં ક્ષત્રિય ગિરાસદાર ગોહિલ પરિવાર ના તમામ લોકોને ઉપસ્થિત રહી ધર્મ લાભ લેવા આયોજકોએ આહવાન કર્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા દિલીપસિંહ ગોહિલ (પછેગામ) દેવેન્દ્રસિંહ ગોહિલ (કુકડ) તીર્થરાજસિંહ ગોહિલ (ત્રાપજ) જુવાનસિંહ ગોહિલ (બોચડવા) અજયસિંહ ગોહિલ (રામણકા) રઘુભા ગોહિલ (વડોદ )અજયસિંહ (ભોજપરા) સહદેવસિંહ ગોહિલ (રામપરા) ઉપેન્દ્રસિંહ ગોહિલ .કુલદીપસિંહ ગોહિલ (મૂળ ધરાઈ) પ્રતાપસિંહ ગોહિલ( ભડલી) દિવ્યરાજસિંહ ગોહિલ( કુકડ )આદિત્ય સિંહ ગોહિલ (ખીજડીયા) મનોહરસિંહ ગોહિલ( લીમડા) ઇન્દુભા રાવલ (લાખણકા) પ્રતિપાલસિંહ ગોહિલ (ગઢાડી) યુવરાજસિંહ ગોહિલ (સોનગઢ) દિવ્ય વિજયસિંહ ગોહિલ (ભડલી) જદુવીરસિંહ ગોહિલ દ્વારા ગોહિલ પરિવારને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા હાકલ કરી છે