વાલીઓને સમયસર યુનિફોર્મ પુરા પાડવા ઉત્તમ મેનેજમેન્ટ સાથે વેપારીઓ સજ્જ
નવા સત્રની શરૂઆત થતા જ શાળાના યુનિફોર્મની ખરીદી કરવા વિદ્યાર્થીઓ વાલીઓ સાથે યુનિફોર્મ ની દુકાન પર જોવા મળી રહ્યા છે યુનિફોર્મની ખરીદી કરવા માટે સવારથી જ દુકાનોમાં ભીડ જોવા મળે છે. શનિવાર અને રવિવારની રજાઓના કારણે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ બજારમાં ઉમટી પડયા હતા.જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલીઓને ખરીદીમાં મહત્તમ ભાવ યુનિફોર્મ માં વધ્યા હોય તેવું જોવા મળ્યું હતું.આ વર્ષે પણ શહેરમાં રી-ડીફાઇન સ્કૂલ યુનિફોર્મ દુકાનના વેપારીએ માનવતા દેખાવતા જે વાલીઓ યુનિફોર્મની ખરીદી કરવા અસક્ષમ હોય તેમને વિનામૂલ્ય યુનિફોર્મ વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે બીજી બાજુ દાયકાઓથી સ્કૂલ યુનિફોર્મની પેઢી ધરાવતા વેપારીઓ મહત્તમ ભાવે પર યુનિફોર્મ વાલીઓને આપી રહ્યા છે.
શહેરમાં વિવિધ યુનિફોર્મની દુકાનોમાં વાલીઓને સમયસર યુનિફોર્મ પૂરા પાડવા ઉત્તમ વ્યવસ્થા સાથે વેપારીઓ સજ છે પૂરતા સ્ટાફ સાથે વાલીઓને અગવડતા ન પડે તેમાં તે યુનિફોર્મની તમામ તકેદારીઓ લઈ તેમને સમયસર યુનિફોર્મ પૂરો પાડવામાં આવે છે વેપારીઓની પણ વાલીઓ પાસે અપેક્ષા છે કે શાળા ખુલતા ના બે મહિના અગાઉ જો યુનિફોર્મ ખરીદી કરવાનું શરૂ કરે તો તેઓને પણ સહયોગ મળી રહે છે.સાથોસાથ યુનિફોર્મની ખરીદી કરવા આવતા વાલીઓ વેપારીએ સૂચવેલા સમયે જો ખરીદી કરવા આવે તો શાંતિપૂર્ણ યુનિફોર્મની ખરીદી કરી શકે છે ત્યારે વેપારીઓ દ્વારા પણ વાલીઓને સહયોગ કરવા વિનંતી કરાય છે.
વાલીઓ જાગૃત થઈ બે મહિના અગાઉ યુર્નિેફોર્મ ખરીદવા: ભાગ્યેશભાઈ વોરા
દીપક રેડીમેડાના ભાગ્યેશભાઈ વોરાએ જણાવ્યું કે,વાલીઓએ જાગૃત થવાની જરૂર છે.શાળા શરૂ થતા ના બે મહિના અગાઉથી જ યુનિફોર્મની ખરીદી કરવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહત્તમ ભાવનો વધારો યુનિફોર્મમાં થયો છે વાલીઓને એના વિદ્યાર્થીઓને યુનિફોર્મ પુરા પાડવા માટેની ચુસ્ત ગોઠવણી કરવામાં આવે છે.છેલ્લા 60 વર્ષથી પણ વધારે સમયથી દિપક રેડીમેડ તૈયાર યુનિફોર્મ વાલીઓને આપે છે ગુજરાતમાં પ્રથમવાર રેડીમેડ યુનિફોર્મનો કોન્સેપટ દીપક રેડીમેડ શરૂ કર્યો છે.
યુનિફોર્મ મોસ્ચર મેનેજમેન્ટ ટેકનોલોજીથી સજ્જ: રૂપલબેન બાની (કાનગડ)
રૂપલ એન્ટરપ્રાઇઝ કંપની રી-ડીફાઇન શોપના વેપારી રૂપલબેન બાની-કાનગડે જણાવ્યું કે, આ વર્ષે વાલીઓ યુનિફોર્મ માટે તેથી સાથે દુકાન પર આવી પહોંચે છે ત્યારે દરેક બાળકને યોગ્ય માપ સહિત સાથે યુનિફોર્મ આપવાનું મેનેજમેન્ટની વ્યવસ્થા ગોઠવી છે પરંતુ વાલીઓનો પણ અમને સહયોગ મળવો જરૂરી છે પહેલા ટાઈમ પર જો વાલી બાળક સાથે યુનિફોર્મ લેવા આવે તો શાંતિપૂર્ણ બંને કાર્ય થઈ શકે છે.
અમારું મટીરીયલ મોસ્ચર મેનેજમેન્ટ ટેકનોલોજીથી સજ્જ છે. જેમાં બાળકને શિયાળામાં ઠંડી ના લાગે ઉનાળામાં ગરમી ના લાગે ટ્રીટમેન્ટ સાથે મળી રહે છે. સાથો સાથ પંગલ ઇન્ફેક્શન પણ ન થાય અને પણ દુર્ગંધ યુનિફોર્મમાંથી આવતી નથી. અમારો યુનિફોર્મ મેન્ટેનન્સ ફ્રી છે. વાલીઓની ભીડ વધી જતા અમે તેમને બેસવાની પણ વ્યવસ્થા પૂરી પાડી છે. તમારો યુનિફોર્મ બે થી ત્રણ વર્ષ સુધી એકદમ સારો રહે છે. નવા કોન્સેપ્ટ સાથે અમે યુનિફોર્મ બજારમાં લઈને આવ્યા.