યુરીનલ કેમ બંધ કરી દીધું તેમ કરી પ્રરપાંતીય સાથે ઝગડો કરી વેપારી પર ફાયરિંગ કરતાં કરણ સોરઠીયાની ધરપકડ કરી
ભક્તિનગર પી.આઇ એમ.એમ સરવૈયાએ હત્યાની કોશિશ અને પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો
પરવાનાવાળા હથિયારનું પોલીસ લાયસન્સ રદ કરશે !!!
રાજકોટમાં કાયદો અને વ્યવ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન ગુનાખોરીનો ગ્રાફ સતત ટોચ પર જઇ રહ્યો છે.ત્યારે ગઈકાલે ભક્તિનગર પોલીસ પાસે આવેલા કોઠારીયા રોડ પર રાત્રિના શહેર યુવા ભાજપના મંત્રી કરણ સોરઠિયાએ શોચાલય ખોલવા બાબતે પરપ્રાંતિય યુવક સાથે ઝઘડો કરી ટપારવા આવેલા વેપારી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની ઘટના બનતા ચકચારમાંથી જવા પામી હતી આ બનાવની જાણ ભક્તિનગર પીઆઇ એમ.એમ સરવૈયા અને ક્રાઈમ બ્રાન્ચ સહિતના સ્ટાફને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ફાયરિંગ કરનાર કરણ સોરઠીયાની ધરપકડ કરી પરવાના વાળું હથિયાર કબજે કર્યું હતું. અને કરણ સોરઠીયા સામે હત્યાની કોશિશ અને પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો.
વિગતો મુજબ સોરઠિયાવાડી સર્કલ નજીક પૂર્વ મેયર ઉપાધ્યાયની કિલનિક પાસે ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું જાહેર શૌચાલય તેનો કર્મચારી બંધ કરી રહ્યો હતો ત્યારે પૂર્વ કોર્પોરેટર રાજુ સોરઠિયા અને કિરણબેન સોરઠિયાનો પુત્ર તથા શહેર યુવા ભાજપનો મંત્રી કરણ સોરઠિયા ત્યાં ધસી ગયો હતો અને આ શૌચાલય બંધ કરવા બાબતે કર્મચારીની ધોલાઈ શરૂ કરી હતી.
શૌચાલયના કર્મચારીને મારી રહેલા કરણ સોરઠિયાને બાજુમાં જ આવેલી પાનની દુકાનના સંચાલક વનરાજભાઈ ચાવડા અને દેવરાજભાઈ સોનારાએ ટપારતા કરણ સોરઠિયા ઉશ્કેરાયો હતો અને તેણે હવામાં બે રાઉન્ડ ફાયર કર્યા હતા. અંધાધુંધ ફાયરીંગ થયાની માહિતી મળતા તત્કાળ ભકિતનગર પોલીસ ઉપરાંત ક્રાઈમબ્રાન્ચ અને એસઓજીનો કાફલો દોડી ગયો હતો. ડીસીપી રેન્કના અધિકારી પણ સ્થળ પર દોડી ગયા હતા. અને
કરણને તત્કાળ ધરપકડ કરી લેવાયામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.અને તેની પાસે નું પરવાના વાળું હથિયાર પણ કબજે કરી લીધું હતું. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,કરણ ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ અને કિરણબેન સોરઠીયાનો પુત્ર છે. હાલ તે યુવા ભાજપમાં મહામંત્રી છે. ભક્તિનગર પોલીસે મોડીરાત્રે વનરાજ ભીખુભાઈ ચાવડા નામના નામની ફરિયાદ પરથી કરણ સોરઠીયા વિરૂદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોધી તેની ધરપકડ કરી છે.
જ્યારે પોલીસે તપાસ કરતા આરોપી કરણ પીધેલી હાલતમાં હોવાનું સામે આવતા તેની સામે વહેલી સવારે પ્રોહીબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.અને કરણ સ્થળ ઉપર પોતાની નંબર પ્લેટ વગરની હોન્ડા અમેઝ કાર લઈને આવ્યો હતો જે પોલીસે કબ્જે કરી હતી.જ્યારે જાહેર શૌચાલયોમાં રાત્રિના દારૂ પીવા સહિતની ગેરપ્રવૃતિ થતી હોવાતી રાત્રિના બંધ કરી દેવાના નિર્ણય સામે ભાજપ આગેવાન સોરઠિયાએ વિરોધ કરીને કાયદો હાથમાં લેતા વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.