પાંચમો ગોલ્ડ જીતનાર ૩૪ વર્ષની મેરિકોમે કોરિયાની કિંમ હાંગ મીને ૫–૦થી હરાવી
૩૫ વર્ષીય ભારતીય બોક્સરને ટુર્નામેન્ટમાં પ્રથમ વખત સૌથી આક્રમક બોક્સરનો સામનો કરવો પડ્યો હતો. યાંગ મિએ શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી તો સામે છેડે મેરીકોમે પણ તેના પર તેવો જ પ્રહાર કર્યો હતો. મુકાબલામાં ભાગ્યે જ પાવર હિટિંગ જોવા મળ્યું હતું તેમ છતાં બંને બોકસરે એકબીજા પર પંચનો મારો ચલાવ્યો હતો. જોકે, અંતે મેરીકોમે પોતાના અનુભવના આધારે નોર્થ કોરિયાની ખેલાડીને પરાજય આપવામાં સફળતા મેળવી હતી.
લોકોએ મારી કારકિર્દી સમાપ્ત માની હતી
મેરીકોમે કહ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં મારા પ્રદર્શનથી હું ઘણી જ ખુશ છું. લોકોએ લખી દીધું હતું કે મારી કારકિર્દી હવે સમાપ્ત થઈ ગઈ છે. તેથી હું આ વિજય મારા તમામ સમર્થકોને અર્પણ કરું છું જેમણે હંમેશા મારૂ સમર્થન કર્યું છે. હું મારા કોચિંગ સ્ટાફનો આભાર માનું છું જેઓ છેલ્લા કેટલાક મહિનાથી મારી સાથે આકરી મહેનત કરી રહ્યા હતા.