કમૌસમી વરસાદના લીધે ખેડૂતોને ઘણું મોટું નુકસાન થયું હતું ત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે જેમાં કેન્દ્ર સરકારે MSP એટલે કે મગ, તુવેર, ડાંગર, મકાઈ અને અડદની દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. આ જાહેરાત બાદ ખેડૂતો પોતાનો પાક વધેલા ભાવે વેચી શકશે. મગની દાળના MSPમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. ડાંગર, મકાઈ, અડદ, તુવેર અને મગફળી જેવા પાકોના ભાવમાં પણ નોંધપાત્ર વધારો કરાતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.
MSP શું છે ?
ખેડૂતો માટે MSP એ લઘુત્તમ કિંમત છે જેની નીચે ખેડૂતો પાસેથી પાક ખરીદી શકાતો નથી. MSP વધારવા માટે બિયારણ, ખાતર, મજૂરી, સિંચાઈ, ખર્ચ સહિતના તમામ પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ વર્ષે સરકારે ખેડૂતોને એક રીતે ભેટ આપી છે. મગના મહત્તમ MSPમાં વધારો કરવામાં આવ્યો છે.
પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક મળી હતી જેમાં ખરીફ પાક માટે MSPમાં વધારાને મંજૂરી આપતા પીયુષ ગોયેલે જણાવ્યું હતું કે 2023-24 પાક વર્ષ માટે ડાંગરની સામાન્ય ગ્રેડની વિવિધતાની MSP 143 રૂપિયા વધારીને 2,183 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. દર વર્ષે 23 પાકોની MSP નક્કી કરવામાં આવે છે.
કયા પાક પર કેટલો MSP વધ્યો ??
ડાંગર સામાન્ય – રૂ. 143
ડાંગર ગ્રેડ A – રૂ. 143
જુવાર હાઇબ્રિડ – રૂ. 210
બાજરી – રૂ. 150
રાગી – રૂ. 268
મકાઈ – રૂ. 128
અરહર – રૂ 400
મૂંગ – રૂ. 803
અડદ – 350 રૂ
મગફળી – રૂ. 527
સૂર્યમુખીના બીજ – રૂ. 360
સોયાબીન પીળો – રૂ. 300
સૂર્યમુખીના બીજ – રૂ. 360
આ ૨૩ પાકમાં 5 કઠોળ મૂંગ, અરહર, ચણા, અડદ અને મસૂરનો સમાવેશ થાય છે.
7 અનાજ મકાઈ, જુવાર, બાજરી, ડાંગર, જવ, ઘઉં અને રાગી છે.
7 તેલીબિયાં સોયાબીન, તલ, કુસુમ, મગફળી, સૂર્યમુખી, રેપસીડ-મસ્ટર્ડ અને નાઇજર સીડ છે.
4 કોમર્શિયલ પાક કપાસ, કોપરા, શેરડી અને કાચો શણ છે.