ડ્રગ્સના સપ્લાય માટે ડાર્કનેટ-ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થતો : છ યુવાનોની ધરપકડ, 20 લાખ એકાઉન્ટ જપ્ત
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ મંગળવારે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરતાં એક જ ઓપરેશનમાં ૧૫,૦૦૦ એલએસડી બ્લોટ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જે દેશમાં અત્યાર સુધીમાં પકડાયેલો સૌથી મોટો જથ્થો છે. એલએસડીના આ જથ્થાનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય રૂ. ૧૦ કરોડ થાય છે. એનસીબીએ આ કૌભાંડમાં છ લોકોની અટકાયત કરી છે.
એનસીબીએ જણાવ્યું હતું કે આજના સમયમાં યુવાનો અને વિદ્યાર્થીઓમાં એલએસડીનો વપરાશ વધ્યો છે, પરંતુ તે ખૂબ જ જોખમી છે. તેનો કમર્શિયલ જથ્થો ૦.૧ ગ્રામ છે. એક સ્ટેમ્પના અડધા ભાગમાં તે લાગે છે, આવી ૫ સ્ટેમ્પથી એક બ્લોટ બને છે. એનસીજીએ ૧૫,૦૦૦ સ્ટેમ્પ જપ્ત કરી છે. બે દાયકામાં આટલી મોટી રિકવરી થઈ નથી. તેના તાર વિદેશ અને દેશના અનેક રાજ્યો સાથે જોડાયેલા છે.
એનસીબીએ જણઆવ્યું કે, ભારતને ડ્રગ્સનું મોટું કન્ઝ્યુમર કન્ટ્રી માનવામાં આવે છે. એલએસડીના આ જથ્થાના સપ્લાય માટે ડાર્ક નેટ અને નાણાકીય લેવડ-દેવડ માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરાયો હતો અને વિદેશી પોસ્ટ ઓફિસ મારફત આ ધંધો ચલાવાતો હતો. એનસીબીને ધરપકડ કરાયેલા લોકો પાસેથી ૨૦ લાખ એકાઉન્ટ મળ્યા છે. ક્રિપ્ટો બેલેટની તપાસ ચાલી રહી છે. આ લોકો સોશિયલ મીડિયા મારફત ડ્રગ્સ વેચતા હતા.
ગોવાનો રહેવાસી અને નોઈડા કોલેજમાં ભણતો એક વિદ્યાર્થી સૌથી પહેલા પકડાયો હતો. ત્યાર પછી સિન્ડીકેટની માહિતી મળી હતી. આ ગેંગમાં એક યુવતી પણ હતી. આ ગેંગ પોલેન્ડ અને નેધરલેન્ડથી એલએસડી મગાવતી હતી અને ભારત તેનું હબ બની રહ્યું હતું.
ઈન્સ્ટા અને વિકર મારફત આ ગેંગ ગૂ્રપ બનાવી તેમના ટાર્ગેટ શોધતી હતી. ગયા મહિને ભારતીય નૌકાદળ સાથે વિશેષ અભિયાનમાં એનસીબીએ કેરળના દરિયાકાંઠેથી એક નૌકામાંથી રૂ. ૨૫,૦૦૦ કરોડના મૂલ્યના ૨,૫૨૫ કિલો મેથમફેટામાઈન જપ્ત કર્યું હતું. ઓપરેશન સમુદ્રગુપ્ત નામના વિશેષ અભિયાન હેઠળ ફેબુ્રઆરી ૨૦૨૨થી અત્યાર સુધીમાં ૪,૦૦૦ કિલોથી વધુનું ડ્રગ્સ પકડાયું છે.
એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં એનસીબીની આ સૌથી મોટી જપ્તી છે. તેમણે કહ્યું કે આ એક એવું નેટવર્ક હતું જેના તાર દિલ્હી એનસીઆર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ વગેરેમાં ફેલાયેલા હતા અને પોલેન્ડ, નેધરલેન્ડ, અમેરિકા સાથે પણ જોડાયેલા હતા. નેટવર્કમાં મોટાભાગે શિક્ષિત લોકોનો સમાવેશ થાય છે અને તેના ગ્રાહકો યુવાનો અને વિદ્યાર્થીઓ છે.
તેમણે કહ્યું કે ભારત ડ્રગ્સનો મોટો ગ્રાહક દેશ બની રહ્યો છે. આ ધંધો ડાર્ક નેટ, ક્રિપ્ટો કરન્સી અને ફોરેન પોસ્ટ ઓફિસ દ્વારા ચાલતો હતો. 4 લાખ રોકડા મળી આવ્યા છે, જ્યારે 20 લાખ ખાતામાં મળી આવ્યા છે. ક્રિપ્ટો બેલેટ તપાસ હેઠળ છે. આ લોકો સોશિયલ મીડિયા દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતા હતા. નોઈડાનો એક કોલેજનો વિદ્યાર્થી જે મૂળ ગોવાનો છે તે આ કેસમાં સૌથી પહેલા પકડાયો હતો. આ પછી સિન્ડિકેટને ખબર પડી તો દિલ્હીનો એક છોકરો પકડાયો. તેમની ગેંગમાં એક છોકરી પણ હતી, તે પણ એનસીઆરમાંથી પકડાઈ હતી.
ત્યારે જયપુરમાંથી એક વ્યક્તિ ઝડપાયો જે આ સમગ્ર ગેમનો માસ્ટર માઈન્ડ હતો. ત્યારબાદ પુણેની પોસ્ટ ઓફિસમાંથી એલએસડી મળી આવી હતી. ત્યારબાદ નોઈડાના 2 અને કેરળના 2 લોકો ઝડપાયા હતા. એલએસડી પોલેન્ડ અને નેધરલેન્ડથી આવે છે અને ભારત તેનું હબ બની રહ્યું છે. તેઓ ઇન્સ્ટા અને વિકર દ્વારા જૂથો બનાવીને તેમના લક્ષ્યો શોધતા હતા. જયપુરથી પકડાયેલ વ્યક્તિ એમએનસીમાં કામ કરે છે. યુવતી ગ્રેજ્યુએટ છે.