રફ ડાયમંડની કટોકટીને લઈ હીરા ઘસુઓની વાહરે આવતું જેમ્સ જ્વેલરી એસોસિએશન
રશિયાની અલરોસા પાસેથી ભારત 10 ટકા હીરાની આયાત કરે છે !!!
રશિયા યુક્રેન્ યુદ્ધ જે રીતે ચાલી રહ્યું છે તેને ધ્યાને લઈ અમેરિકા દ્વારા રશિયાના હીરા ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને તેની સીધી જ અસર ભારતના હીરા ઉદ્યોગમાં જોવા મળી છે તેમાં પણ સુરત ને ઘણી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. આ વિકટ પરિસ્થિતિ માંથી હીરા ઘસુઓને બહાર લાવવા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન આગળ આવ્યું છે અને રશિયાની સાતો સાત અમેરિકા સાથે પણ વાર્તાલાપ કરવામાં આવ્યો છે ત્યારે રશિયા ના હીરા ઉપર અમેરિકા પ્રતિબંધ હટાવવા મન બનાવશે કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે. હાલ ભારત રશિયાના અલરોસા પાસેથી ૧૦ ટકા હીરાની આયાત કરી રહ્યું છે.
સમગ્ર વિશ્વમાં કટ અને પોલિશ્ડ હીરાનું ઉત્પાદન સુરતમાં થાય છે. સુરતમાં ઉત્પાદન થતા હીરામાં 30 ટકા જેટલા રફ હીરા રશિયાની અલરોસા કંપનીથી આવતા હતા. સૌથી પહેલા અમેરિકાએ રશિયાના રફ હીરા ઉપર પ્રતિબંધ મૂક્યો છે તો હવે યુરોપિયન કન્ટ્રીઓએ પણ રશિયાના રફ હીરા પર પ્રતિબંધ મૂકી દીધો છે જેને કારણે સુરતના હીરા ઉદ્યોગને મોટી મુશ્કેલી પડશે. રશિયાના યુદ્ધને હવે એક વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ તેની અસર હજુ પણ ધીમે ધીમે દેખાઈ રહી છે. અમેરિકાના દબાવને કારણે બેલ્જિયમ સરકાર દ્વારા હવે રશિયન હીરા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી સમગ્ર વિશ્વનું ડાયમંડ ગણાતા બેલ્જિયમ એન્ટવર્પ ખાતે જ રશિયાના હીરા પ્રવેશ નહીં કરી શકે તેની અસર સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગકારોને થશે. એન્ટવર્પ મુંબઈ અને સુરતના હીરા ઉદ્યોગકારોને મેસેજ પણ મોકલી આપવામાં આવ્યા છે.
સમગ્ર વિશ્વમાં હીરાનું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે. અમેરિકા દ્વારા થોડા સમય પહેલા જ રશિયન હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ રશિયન હીરાનું માર્કેટ સારું એવું હતું પરંતુ અત્યારે હીરા ઉદ્યોગમાં કોઈપણ પ્રકારની તેજી જોવા નથી મળી રહી. હાલ હીરા ઉદ્યોગમાં માત્ર રૂટીન વ્યાપાર જ જોવા મળી રહ્યો છે. બેલ્જિયમના આ નિર્ણયને કારણે આગામી દિવસો હીરા ઉદ્યોગ માટે થોડા કઠિન બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બેલ્જિયમ સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય તાત્કાલિક અમલી તો નહીં બને જ્યારે પણ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારથી આ નિર્ણય અમલમાં આવી જશે. ભલે નિર્ણયનો અમલ થોડો મોડો શરૂ થાય પરંતુ હાલ તો સુરત અને મુંબઈના હીરા વ્યાપારીઓની ચિંતામાં વધારો થઈ ચૂક્યો છે. હાલ સમગ્ર વિશ્વમાંથી આવતા રફ ડાયમંડમાં 30 ટકા જેટલો હિસ્સો અલરોઝા કંપનીનો છે. જો રફની સપ્લાય ઓછી આવે તો સામે કારીગરોને હીરા કામ આપવું મુશ્કેલ બનશે.