સાગર સંઘાણી
જામનગર તાલુકાના તમાચણ ગામમાં ગઇકાલે સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં ખેતમજૂર પરિવારની 2 વર્ષની બાળકી બોર મા 20 ફૂટ નીચે ફસાઈ ગઈ હતી, જેથી ભારે દોડધામ થઇ હતી. ફાયર બ્રિગેડ, આર્મી એન ડી આર એફ.ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાયું હતું પરંતુ અંતે 20 કલાકની જહેમત બાદ બાળકી રોશની નો મૃતદેહ જ હાથ લાગ્યો હતો ત્યારે ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આસુ જોવા મળ્યા હતા. આ મામલે વાડી માલીક વિરૂધ્ધ મનુષ્ય વધના ગુન્હામાં ધરપકડ કરી જેલમાં ધકેલવામાં આવ્યો હતો.
શું બની હતી ઘટના ??
જામનગર તાલુકા ના તમાચાણ ગામ ની એક વાડીનાં બોરવેલમાં ખેત મજૂરી માટે મધ્યપ્રદેશના દેવપુરા ગામ થી આવેલા પરિવારની 2 વર્ષ ની બાળકી ૩ જુનના રોજ સવારે પડી ગઈ હતી આ સમયે બાળકીની માતાને જાણ થતા જ તેણીએ બુમાબુમ કરી હતી.આ પછી સબંધિત તંત્ર ને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ, 108,પોલીસ સ્ટાફ વગેરે દોડી ગયા હતા. અને 2 વર્ષની રોશની નામની આ બાળકી ને બોર માંથી બહાર કાઢવા માટે નાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. બોર મા કેમેરા પણ ઉતારવામાં આવ્યા હતા. જેથી બાળકી અંગે પળપળ ની જાણકારી મળતી રહે .પરંતુ કેમેરોમાં માત્ર બાળકીનો હાથ દેખાયો હતો. અન્ય કોઈ મુવમેન્ટ જોવા મળી નહોતી. ફાયર બ્રિગેડ, આર્મી એન ડી આર એફ.ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાયું હતું પરંતુ અંતે 20 કલાકની જહેમત બાદ બાળકી રોશની નો મૃતદેહ જ હાથ લાગ્યો હતો ત્યારે ઉપસ્થિત સૌ કોઈ ની આંખો માં આસુ જોવા મળ્યા હતા. જયારે વાડીમાલીક વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી રોશની કે જેનું ખુલ્લા બોરમાં પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. ખુલ્લો બોરવેલ મૂકી દઈ બેદરકારી દાખવનાર વાડી માલિક ચંદુભાઈ ગોવિંદભાઈ ગોહિલની પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં અદાલતે તેને જેલમાં ધકેલી દેવા હુકમ ફરમાવ્યો છે.