પીજીવીસીએલને અનેક રજૂઆતો કરી છતા પ્રશ્ર્નના ઉકેલનો પ્રશ્ર્ન ન કરવામાં આવ્યો હોવાથી કરોડોનું નુકશાન: ઉદ્યોગકારોમાં રોષ
એક તરફ સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરે છે પણ બીજી તરફ પી.જી.વી.સી.એલ ના અધિકારીઓના પાપે લોધિકા તાલુકાના ઉદ્યોગોનો વિકાસ રૂંધાઇ રહ્યો છે, લોધીકા તાલુકાના ખાંભા વિસ્તારમાં આવેલ ગોલ્ડન ગ્રીન એસોસિએશનમાં આવેલ અંદાજે નાના – મોટા મળી 200 થી વધારે ઉદ્યોગકારો વારંવાર વીજળીના કાપને લીધે જે લોકો ક્ધટીન્યુસ પ્રોસેસ ધરાવતા ઉદ્યોગકારોને લાખોની નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. તેવો આક્રોશ આજે ઉદ્યોગકારોએ ઠાલવ્યો હતો.
આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં ખાંભા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ ટીલવા, કારોબારી સભ્ય શૈલેેભાઈ પરસાણા અર્જુન ડઢાણીયા સહિત ઉદ્યોગકારો મહેશ કોટડીયા રાજુભાઈચીકાણી સહિતના ઉપસ્થિત રહી પોતાની વ્યથા ઠાલવી હતી.
ખાંભા વિસ્તારમાં વારંવાર વીજળી ગૂલ થવા અંગે ઉધોગકારોનું માનવું છે કે , પાવર વહન કરવાની એમ્પિયર કેપેસીટી છે તે ઓવર લોડમાં ચાલતી હોવાથી દિવસમાં વારંવાર નાના – મોટા ટ્રીપીંગ , જમ્પર બળી જવુ તારનું તૂટી જવું જેવી સમસ્યાઓ ઉદભવે છે . આ અંગેની રજૂઆતો ભૂતકાળમાં પીજીવીસીએલના એમડીથી લઈને વિસ્તારના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જનિયરને કરવામાં આવેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ અરકારક પગલાંઓ લેવામાં આવ્યા નથી. ઘણી વખત રજૂઆત કરતા ઘણી વખત પીજીવીસીએલના અધિકારીઓના ફોન પણ નો રિપ્લાય થતાં હોય છે . તેમ જ એક સરખા જૂના ગોખેલા જવાબોથી જ કામ ચલાવી લેતાં હોવાનો ઘાટ ઉપસ્યો છે.
પીજીવીસીએલ પર્સનલ લાઈન નહી ફાળવે તો આંદોલન: ભરતભાઈ ટીલવા
પત્રકાર પરિષદ સંબોધતા ખાંભા ઈન્ડસ્ટ્રીયલ એશોસીએશનના પ્રમુખ ભરતભાઈ ટીલવાએ જણાવ્યું હતુ કે ખાંભા વિસ્તારમાં અંદાજે 200થી વધુ યુનિટ જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરી રહ્યા છે.જેમાં પારડી સબ ડીવીઝનમાં આવતા જયોતિગ્રામ યોજના હેઠળ આવતા પ્રયાગ ફિડરમાં 200 કિલોવોટ, 500 કિલો વોટ, 35 કિલો, વોટ તથા 100 કિલો વોટ ધરાવતા યુનિટો આવેલા છે. વારંવાર વીજળી જતી રહેવાના કારણે ઉદ્યોગકારોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અને મોટી માત્રામાં નુકશાની સહન કરવી પડે છે. વીજળીનચં નાનું ટ્રીપીંગ આવે તો એટલે 1 થી 10 સેક્ધડ તો પણ આવે તો 40-50 લાખનું નુકશાન થાય મોટુ ટ્રીપીગ એટલે કે 1 થી 3 કલાકતો અંદાજે 1 કરોડ જેવી માતબર રકમની નુકશાની થાય છે.
અમારા તમામ ઉદ્યોગકારોની માંગણીએ છે કે પીજીવીસીએલ દ્વારા તુરંત જ ઓવરલોડ પાવરને બાય ફરગેટ કરી પર્સનલ લાઈન નહી ફાળવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની લડત કરીશું જેમાં પ્રથમ પીજીવીસીએલ દ્વારા મીટર રિડરને રીડીંગ ન કરવા દઈ આંદોલનનો લડતના મંડાણ શરૂ કરીશું.
પાળથી-માખાવડ-લોધીકા સુધીનો રસ્તો બિસ્માર: મોટા વાહનોની અવર-જવરમાં મુશ્કેલી
તદુપરાંત સમગ્ર ખાંભા વિસ્તારમાં પાળ ગામથી લઈ માખાવડ – લોધીકા સુધીનો રસ્તો પણ ખુબ જ બિસ્માર હાલતમાં છે . અનેક જગ્યાએ ખાડા – ખબડાઓ પડી ગયેલ છે . ભૂતકાળમાં આ રસ્તો પોરબંદર સ્ટેટ હાઈવેનો જોડતો રસ્તો હતો અને અંદાજે 40 થી 80 ગામડાઓને જોડતો રસ્તો હતો . આ અંગે ભૂતકાળમાં પાળ ગામના રહિશો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હોવા છતાં તત્રં દ્રારા કોઈપણ પ્રકારના પગલાંઓ આજ દીન સુધી લેવામાં આવ્યા નથી , જેથી આ વિસ્તારના સમસ્ત ઉદ્યોગકારોમાં તીવ્ર રોષની લાગણી ફાટી નીકળી છે
જીએસટી, ઈન્કમટેક્ષ ભરીએ છીએ પરંતુ વિજળી જતા કરોડોનું નુકશાન: અર્જુન ડઢાણીયા
ખાંભા ઉદ્યોગકારોના પ્રશ્ર્નો બાબતે ખાંભા ઈન્ડસ્ટ્રીયલ એસો.ના કારોબારી સભ્ય અર્જુન ડઢાણીયાએ જણાવ્યું હતુકે હાલ 200થી વધુ ઉદ્યોગો કાર્યરત છે. ઘણા સમયથી વિજળી જવાના બનાવો બનીરહ્યા છે. એક વીજળીનું નાનું ટીપીંગ આવે તોલાખોમાંનુકશાની થાય જયારે મોટુ ટ્રીપીંગ આવે તો કરોડોનું નુકશાન થાય છે. અમે જીએસટી, ઈન્કમટેક્ષ ભરીએછીએ પરંતુ અમને સુવિધાઓ પૂરતી મળતી નથી. રોડ રસ્તાના પ્રશ્ર્નો તેમાં પણ વિજળી ગુલ થતા અમને મોટી નુકશાની થાય છે. અગાઉ રજૂઆત કરેલ છે કોઈ નિરાકરણ આવ્યું નથી. હજુ પણ અમે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરીશું અને જો અમારી માંગ પૂરી નહી થાય તોગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.