રથયાત્રા દેવ પ્રતિષ્ઠા પણ પ્રતિષ્ઠા યજ્ઞ અને મહાપ્રસાદ વિવિધ કાર્યક્રમોનું આયોજન
અબતકની શુભેચ્છા મુલાકાતે રામજી મંદિરના સભ્યો
રૈયા ગામને આંગણે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શનિવારે તારીખ 10 6 થી 12 6 સુધી ત્રિ દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 10 ને શનિવારે સવારે 7:30 થયા ગણપતિ પૂજન પુનિયા વાંચન માતૃકા પૂજન આયુષ્ય મંત્ર વિશ્વદેવ સંકલ્પ આદિલ સ્થાપિત દેવ પૂજા સવારે 10:00 કલાકે મંડપ પૂજન મંડપ પ્રવેશ બ્રહ્માજી બ્રાહ્મણ પૂજા કુંડ પૂજન અગ્નિ સ્થાપન સવારે 11:00 કલાકે 07:00 યજ્ઞ તેમ જ પ્રારંભિક યજ્ઞ બપોરે 3 કલાકે સયન પૂજા આરતી પૂજા તેમજ 11 /6 ને રવિવારે સવારે ગણપતિ આદિદેવતાઓની પ્રાત: પૂજા સવારે 10:00 કલાકે દેવપ્રબોધન બાદમાં બપોરે 4:30 કલાકે દેવની પ્રતિમાને સ્નાનદી કરી અને નગરયાત્રા ત્યારબાદ છ કલાકે શાંતિક પૌષ્ટિક અમર તારીખ 12 તારીખ ને સોમવારે સવારે 10:00 કલાકે શિખર પૂજન 11:30 કલાકે મંદિરોમાં દેવને પ્રવેશ તેમજ બપોરે 12 કલાકે દેવ પ્રતિષ્ઠા પણ 12:45 કલાકે ઉત્તર પૂજન ,બપોરે 1:00 વાગે બીડું હોમવા તેમજ એક 30 કલાકે મંદિરની પ્રથમ આરતી કરવામાં આવશે ત્યારબાદ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે
અબતકનીશુભેચ્છા મુલાકાતે આવેલા પ્રવીણભાઈ સખીયાએ જણાવ્યું હતું કે રૈયાગામમાં રામજી મંદિર 76 વર્ષે મંદિરનો ફરીથી જીર્ણોદ્ધાર કરવાનો પહેલો વહેલો વિચાર મને તેમ જ રમેશભાઈ ને આવ્યો હતો બે વર્ષની કામગીરી બાદ રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં રથયાત્રા તેમજ વૈદિક વિદ્યા વિધાન મંત્રોચ્ચાર દ્વારા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ અવસરે નાત જાતના ભેદભાવ વગર ભક્તજનો તેમજ ગ્રામજનોને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે
અબ તકની શુભેચ્છા મુલાકાતે પ્રવીણભાઈ સખીયા ,યોગેશભાઈ સાકરીયા ,પરેશભાઈ વિરડીયા ભરતસિંહ ચુડાસમા, રમેશભાઈ સલીમભાઈ, બિરજુભાઈ કિકાણી નિલેશભાઈ , રણજીતભાઈ વિરડીયા, રમેશભાઈ ઝાલાવાડીયા પરાગભાઈ વિરડીયા, પંકજભાઈ સખીયા, જીતુભાઈ ઝાલાવાડીયા, વાલજીભાઈ ,ધવલભાઈ સખીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા