પ્રતિભાવંતોને માતા-પિતા ઉપરાંત શાળા અને સરકારનું ત્રિવિધ પ્રોત્સાહન
બાળ પ્રતિભા શોધ અને યુવા ઉત્સવમાં લોકવાર્તા, દુહા-છંદ, એક પાત્ર અભિનયમાં સ્પર્ધકોએ બતાવ્યું ટેલેન્ટ
રાજકોટ ખાતે આજરોજ હેમુગઢવી હોલમાં ગુજરાત સરકાર રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર અને યુવક સેવા અને સાંસ્કૃતિક કચેરી રાજકોટ દ્વારા રાજકોટ શહેર બાળ પ્રતિભા શોધ અને યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે લોકવાર્તા દુહા-છંદ અને એક પાત્ર અભિનય સહિત અનેકવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જો લોકવાર્તા સ્પર્ધાની વાત કરવામાં આવે તો સ્પર્ધકોએ અને દુહા-છંદમાં ૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જયારે એક પાત્ર અભિનયમાં ૧૫ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.આ તકે સ્પર્ધક સોરિયા કિંજલે ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ખૂબજ ઉત્સાહી છે અને તેમને પ્રવૃતિમાં ભાગ લેવાની ખૂબ જ મજા આવી છે જયારે નંદનીબેન ગણાત્રાએ જણાવતા કહ્યું કે એક પાત્ર અભિનય ભજવવો તે ખૂબજ મજાની વાત છે. જેમાં વધારે મહેનત કરવી પડે છે.
જયારે લોકવાર્તા સ્પર્ધામાં પૂર્વા દોશીએ જણાવ્યું હતું કે, લોકવાર્તા સ્પર્ધામાં માતા-પિતા અને સ્કૂલનો મોટો ફાળો રહ્યું છે. જેને લઈ મને સ્પર્ધામાં ૨જો ક્રમાંક મળ્યો છે જયારે શિક્ષિકા રિધ્ધીબેન શાહે જણાવતા કહ્યું હતું કે, શાળાના બાળકોએ અનેકવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો. બાળકોમાં શિક્ષણ અને નેતૃત્વની કળા ખિલે તેજ સંસ્થા ઈચ્છી રહી છે. જેને સાર્થક કરવા વિદ્યાર્થીઓ ખૂબજ મહત્વનીય ભૂમિકા ભજવે છે. જયારે સ્પર્ધક કાચા અક્ષિતએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્પર્ધામાં ભાગ લઈને ગર્વની અનુભૂતિ થાય છે કારણ કે હાલના તબક્કામાં વિદ્યાર્થીઓ સ્ટેજ ફિયર મુખ્ય સમસ્યા છે. ત્યારે માતા-પિતા અને શાળાના શિક્ષકોના અથાર્થ પ્રયાસોથી સ્ટેજ ફિયર દૂર થયો અને ઉજવળ કારકિર્દી માટે અગ્રેસર થયો છું.