નેશનલ ટેસ્ટિંગ એજન્સી રવિવારે દેશભરમાં જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એડવાન્સ્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાંથી કુલ 1.9 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી જ્યારે ગુજરાતમાંથી પરીક્ષા આપનારની સંખ્યા 5,000 હતી. રવિવારે મુખ્ય જિલ્લાઓમાં આ પરીક્ષાઓ લેવામાં આવી હતી.
ઉંઊઊ એડવાન્સ પરીક્ષા એ ઈંઈંઝત જેવી પ્રીમિયર સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ માટે યોગ્યતાના માપદંડોમાંનો એક છે. જે વિદ્યાર્થીઓ ઉંઊઊ મેઈન્સમાં સારો દેખાવ કરે છે તેઓ પરીક્ષા આપી શકે છે અને તેમની ઉંઊઊ એડવાન્સ્ડ કામગીરીના આધારે પ્રીમિયર સંસ્થાઓ માટે પસંદગી કરવામાં આવે છે. ઉંઊઊ એડવાન્સનું પરિણામ મહિનાના અંત સુધીમાં જાહેર થવાની શક્યતા છે.