- શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા,વાતાવરણમાં ઠંડક પ્રસરી: સૌરાષ્ટ્રભરમાં અસહ્ય ઉકળાટનો અહેસાસ
દેશના એક પણ ખૂણામાં હજી નૈઋત્યનું ચોમાસું બેસ્યુ નથી હવે ચોમાસાના સતાવાર આગમનની ઘડીઓ ગણાય રહી છે.ત્યારે ગઈકાલે શુક્રવારે બપોરે 41 ડિગ્રી તાપમાનમાં સેકાતા ભાવનગરમાં સમી સાંજે બે કલાકમાં અનરાધાર ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતુ.નીચાણ વાલા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાય ગયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અસહ્ય ઉકળાટ અનુભવાય રહ્યો છે. આજે સૌરાષ્ટ્રના 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે.
દરમિયાન આગામી સોમવારથી અરબી સમુદ્રમાં સાયકલોનીક સરકયુલેશન સર્જાશે. 7 થી 11 જૂન દરમિયાન રાજયમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી.ગઈકાલે સૌરાષ્ટ્રનું ભાવનગર 41 ડિગ્રી સેલ્સીયસ તાપમાન સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહેવા પામ્યું હતુ. 41 ડિગ્રી તાપમાનમાં ત્રાહિમામ પોકારી ગયેલા ભાવનગરવાસીઓનેસમી સાંજે થોડી ટાઢક મળી હતી.
સાંજના છ વાગ્યે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઉમટી આવ્યા હતા બે કલાકમાં સાંબેલાધારે અઢી ઈંચ વરસાદ વરસી જવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બેકલાકમાં અઢી ઈંચ સાથે કુલ ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાય ગયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાપામી હતી.
ભાવનગર ઉપરાંત કડી, જોટાણા, ઘોઘા, અને વલ્લભીપૂરમાં હળવા ઝાપટા પડયા હતા.
ગઈકાલે રાજયમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો.ભાવનગરનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતુ. રાજકોટનું તાપમાન 40.3 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 39.8 ડિગ્રી અમરેલીનું તાપમાન 39.4 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.9 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 39 ડિગ્રી, વડોદરાનું તાપમાન 39 ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન 39.4 ડિગ્રી અને ભૂજનું તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું હતુ. આજે સવારથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.
Trending
- અમદાવાદ પોલીસે નકલી IAS અધિકારીની કરી ધરપકડ, તપાસ ચાલુ
- તમે પણ તમારી બાઈક ના એન્જીન અને ટાયરની આ રીતે રાખો સંભાળ, બાઈક નું આયુષ્ય વધી જશે
- લક્ઝરી ક્રૂઝ : અમદાવાદમાં હવે પાણીની વચ્ચે કરી શકાશે લગ્નનું આયોજન
- મહારાષ્ટ્રમાં NDA સરકારને વધાવતું શેરબજાર
- Gandhidhamમાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
- અદાણી અમદાવાદ મેરેથોન 8મી આવૃત્તિ સાથે ઈતિહાસના પાનામાં જોડાઈ
- “ભૂતોએ મંદિર બનાવ્યું”, મનેન્દ્રગઢ ચિરમીરી ભરતપુરના રહસ્યમય શિવ મંદિરની વાર્તા
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.