- ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી 21 શખ્સોની ધરપકડ કરી રોડક, મોબાઇલ અને બાઇક મળી સાત લાખનો મુદામાલ કબ્જે કર્યો
- નાનામવાના દીપેન પાર્કમાં જુગાર રમતી સાત મહિલા ઝડપાય: 33 હજાર કબ્જે
શહેરના દુધસાગર રોડ પર આવેલા રબ્બાની કોમ્પ્લેકસમાં ચાલતા જુગારધામમાંથી જુગાર રમતા ર1 શખ્સોને રૂ. 7 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે જયારે નાનામવા રોડ, દીપન પાર્ક શેરી નં.7, તુલસી પુજા એપાર્ટમેન્ટમાઁથી જુગટુ રમતી સાત મહિલાને રૂ. 33 હજાર રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધી છે.
શહેરનો દુધ સાગર રોડ પર આવેલા રબ્બાની કોમ્પ્લેકસમાં જુગાર ધામ ચાલતુ હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. બી.ટી. ગોહિલની ટીમને મળી હતી. બાતમી પરથી રબ્બાની કોમ્પ્લેકસમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા રાહુલ ભુપેન્દ્રભાઇ જોશી, મોહસીન ઉર્ફે ભેસ નરશીભાઇ, નિકુંજ મથુરભાઇ ઠકકર, મુકેશ અમરશીભાઇ ધોળકીયા, અરવિંદ પરષોતમ સોલંકી, મહેબુબ કરીમભાઇ દલવાણી, આશીફ અબ્દુલભાઇ ભટ્ટી, રમજાન મામદભાઇ રાઉમા, તેજસ ઠાકર, વિપુલ મહેન્દ્રભાઇ જોશી, ફારુક સુલેમાનભાઇ સોરા, યાશીન ગફારભાઇ દલવાડી, ભાવેશ ઉર્ફે બબુ લક્ષ્મણભાઇ મેવાડા, સીરાજ ઉર્ફે રીકુ કાદરભાઇ સુમરા, નજીર મહમદુસેન મોદી, પ્રદિપ પ્રવીણભાઇ સમાણી, સાદીક ઇકબાલભાઇ સોલંકી, હરેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા, ઓસ્ટીન એલેકસ ફનાન્ડીશ, ભરત ખીમજીભાઇ સાકીયા, અને સાજીદ યુસુફભાઇ રાઉમા નામના શખ્સોને રોકડ રૂ. 1.91 લાખ, ર3 મોબાઇલ અને ત્રણ બાઇક મળી કુલ રૂ. સાત લાખના મુદામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. બી.ટી.ગોહિલ, પી.એસ.આઇ. એ.એન. પરમાર, એ.એસ.આઇ. ફીરોજભાઇ રોય, કોન્સ્ટેબલ વિક્રમભાઇ લોખીલ અને મોહિલરાજસિંહ ગોહિલ સહીતના સ્ટાફે ધરપકડ કરી છ. જયારે દરોડા દરમ્યાન શાહબાઝ, જયેર ઓડ અને સૌકત કરગથરા હાજર ન મળતા ત્રણ શખ્સોનું શોધખોર હાથ ધરી છે.જયારે નાના મવા રોડ નજીક તુલસી પુજા એપાર્ટમેન્ટમાં રહેતા વર્ષાબેન પરેશભાઇ સાવલીયાના મકાનમાં જુગટુ રમતા મકાન માલીક વર્ષાબેન સહિત રસીલાબેન વીમલભાઇ વણપરીયા, ભાવનાબેન મુસરીભાઇ ઉર્ફે મયુરભાઇ ઓદેડરા, સાવીત્રીબેન રમેશભાઇ આરડેસણા, જાગૃતિબેન ધર્મેન્દ્રભાઇ અમૃતિયા, દિપાબેન નરેશભાઇ ચીમરાણી અને હશીનાબેન અકબરભાઇ આગરીયા નામની મહિલાઓને રૂ. 33 હજારની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. એમ.જે. હુણ અને કોન્સ્ટેબલ નગીનભાઇ ડાંગર સહીતના સ્ટાફે ઝડપી લીધા છે.