- મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની રાઠોડ પ્રીતિએ અધ્યાપક ડૉ. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં એક સર્વે કર્યો જેમાં જોવા મળ્યું કે ફાસ્ટ કોમ્યુનિકેશનના સમયમાં લોકોમાં માનસિક સમસ્યાઓ પણ વધતી જાય છે
ચિઠ્ઠીનો કે ટપાલ યુગ જ્યારે લોકો એકબીજાની રાહ જોઈ શકતા અને સહન પણ કરી શકતા. એક જગ્યાએ બનેલ ઘટનાની જાણ બીજી જગ્યાએ થતા ઘણો સમય લાગતો પણ આજે ફાસ્ટ કોમ્યુનિકેશન થયું. સુવિધાઓ ઘણી વધી પણ સાથે સમસ્યાઓ પણ વધી.
આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. જેથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે મોબાઈલ દ્વારા ઝડપી કોમ્યુનિકેશન કરે છે. આ યુગમાં ઝડપી કોમ્યુનિકેશન વધતા લોકોમાં ડિપ્રેશન, ચિંતા, તણાવ વધતા જોવા મળે છે. આથી ઝડપી કોમ્યુનિકેશન થી નકારાત્મક પાસુ જોવા મળી આવ્યું છે.
આ અંગે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની રાઠોડ પ્રીતિએ અધ્યાપક ડૉ. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં એક સર્વે કર્યો જેમાં જોવા મળ્યું કે ફાસ્ટ કોમ્યુનિકેશનના સમયમાં લોકોમાં માનસિક સમસ્યાઓ પણ વધતી જાય છે.
ઝડપી કોમ્યુનિકેશન વધતા વ્યક્તિ સોશિયલ મીડિયા સાથે સતત જોડાયેલો રહે છે. વારંવાર મોબાઇલને જોયા કરવો કે કોઈ મેસેજ આવ્યો કે નહીં, નવા સમાચાર આવ્યા કે નહીં તેમજ કોઈ અન્ય સ્થળે કોઈપણ ઘટના બની હોય તો ઝડપથી એ ઘટના સોશિયલ મીડિયા પર આવી જાય છે. જેથી વ્યક્તિ પોતાના વિચાર પ્રમાણે તે ઘટના સ્વીકાર કે અસ્વીકાર કરે છે. આથી કોઈ અન્ય વ્યક્તિને તે ઘટનામાંથી સારું કે ખરાબ શીખતા હોય છે. આથી વ્યક્તિ ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન ના આવી મનીસિક બીમારીના શિકાર બને છે.
બીજી તરફ આ જ ફાસ્ટ કોમ્યુનિકેશનને કારણે ઘણી સુવિધાઓ પણ વધી છે. ઘરે બેઠા જ દુનિયા જાણે નજીક હોય એવી અનુભૂતિ થાય છે. પણ જો તેનો યોગ્ય ઉપયોગ ન થાય તો વ્યક્તિને માનસિક બીમાર પણ બનાવી શકે. પહેલા ફાસ્ટ કોમ્યુનિકેશન નહોતું ત્યારે દુનિયામાં બનેલ કોઈપણ ઘટનાની જાણ આપણને બહુ મોડી થતી. પણ હવે એક જ ઘટનાની જાણ બધે જ ફટાફટ થઈ જાય છે. ત્યારે જેની વૃત્તિ અનુકરણ વાળી હોય તે વ્યક્તિ કોઈપણ બાબતનું અનુકરણ બહુ ઝડપથી કરવા લાગે છે જેને કારણે સારી બાબતો સાથે નિષેધક બાબતો પણ ફેલાય છે. જેમ કે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિએ આત્મહત્યા કરી હોય તો તેના સમાચાર ફાસ્ટ કોમ્યુનિકેશન કારણે ઘણી વ્યક્તિઓ સુધી ફટાફટ પહોંચી જાય છે ત્યારે નબળા મનની વ્યક્તિ અથવા હતાશ વ્યક્તિ પણ એ પગલું લેવા પ્રેરાય છે.
આમ ફાસ્ટ કોમ્યુનિકેશન ની વિધાયક બાજુ સાથે નિષેધક બાબતો ડિપ્રેશન નું કારણ બની શકે છે. ફાસ્ટ કોમ્યુનિકેશન આશિર્વાદ બની શકે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે.
સર્વેના તારણો
67.56% લોકોનું માનવું છે કે જો તેઓ કોઈ મેસેજનો રીપ્લાય કોઈને તાત્કાલિક ન આપે તો સામે વાળી વ્યક્તિના વર્તનમાં ઘણા ફેરફાર જોવા મળે છે.
85.34% લોકો કોઈને મેસેજ કે સ્ટેટ્સ, સ્ટોરી અપલોડ કર્યા પછી વારંવાર પોતાનો ફોન ચેક કરે છે કે કેટલા લોકોએ પ્રતિક્રિયાઓ આપી.
64.23% લોકોએ જણાવ્યું કે તેઓ બેચેની કે એકલતા દૂર કરવા તેઓ પાસે એક જ માધ્યમ બચે છે સોશિયલ મીડિયા દ્વારા કોમ્યુનિકેશન
76.45%લોકોનું માનવું છે કે ફાસ્ટ નેગેટિવ કોમ્યુનિકેશન એ હતાશા કે ચિંતા નું કારણ બને છે.
56.45% નું માનવું છે કે ફાસ્ટ કોમ્યુનિકેશનને લીધે સહનશક્તિ કે રાહ જોવાની બાબતમાં ઘટાડો જોવા મળે છે.
76.55% લોકો નું માનવું છે કે ફાસ્ટ કોમ્યુનિકેશનને લીધે ખોટું બોલવાનું પ્રમાણ વધ્યું છે.
67.45% લોકો માને છે કે ફાસ્ટ કોમ્યુનિકેશન વરદાન છે પણ જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો.
76.56% લોકોનું માનવું છે કે ફાસ્ટ કોમ્યુનિકેશનની અસર બાળકો પર ઘણી નિષેધક થાય છે.