- સામ – સામે મારામારી થતાં પોલીસે બે મહિલા સહિત સાત શખ્સો સામે ગુનો નોંધયો
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન મારામારીના અનેક બનાવો વધી રહ્યા છે.ત્યારે ગઈકાલે વધુ એક મારા મારી ની ઘટના સામે આવી છે જેમાં કાલાવડ રોડ પર આવેલ જય ભીમ નગર માં સામું જોવા અને મૂછો મરડવા બાબતે પાડોશીઓ વચ્ચે ધીંગાણું ફેલાયો હતું જેમાં ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે મામલે તાલુકા પોલીસે બે મહિલા સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી તેની કાર્યવાહી હાથ ધરી છે.
આમાં મને બનાવની મળતી માહિતી અનુસાર પ્રથમ ફરિયાદમાં જય ભીમ નગર શેરી નંબર 2 માં રહેતા ભાનુબેન જયંતીભાઈ પરમાર નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં જેન્તીભાઈ દાફડા,કરણભાઈ જેન્તીભાઈ દાફડા અને ભાવેશ જયંતીભાઈ દાફડા ના નામો આપ્યા હતા. જય માતાજી ને જણાવ્યું હતું કે તેમનો દીકરો ચોકમાં રમી રહ્યો હતો ત્યારે જેન્તી દાફડા ત્યાંથી રીક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો તે સમયે તેના દીકરાને તેની સામે જોતા તે બાબતનો ખાસ રાખી ત્રણેય આરોપીઓ હોય તેના દીકરા અને દીકરીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જય મામલે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધાયો છે.
જ્યારે સામેના પક્ષના જેન્તીભાઈ દેવજીભાઈ દાફડાએ આરોપીઓમાં વિશાલ જેન્તી પરમાર, પનવીર જેન્તી પરમાર,ભાનુબેન જેન્તી પરમાર અને ક્રિશા જેન્તી પરમારના નામો આપતા જેમાં તેને જણાવ્યું હતું કે, તે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે ચોકમાં ચાલવા માટે નીકળ્યા હતા.ત્યારે આરોપીઓએ તેને મૂછો મરડવા બાબતે ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેના વિરૂદ્ધ ગુનો નોધાયો છે.