કાર લોન ચુકતે કરવા જાલીનોટ જમા કરાવનાર બે શખ્સોની પૂછપરછ

રાજકોટમાં કાલાવડ રોડ પર કેકેવી હોલ પાસે આવેલી એકસીસ બેન્કમાં કાર લોન કલીયર કરાવવા ગયેલા ખાતેદાર સહિત 2 વ્યકિતએ આપેલી રકમમાંથી રૂપિયા 500ના દરની 26 નોટ એટલે 13 હજાર રૂપિયાની ડુપ્લીકેટ નોટો હોવાનું બહાર આવતા પોલીસને જન કરવામાં આવી હતી જે મામલે બંને વ્યકિતઓની પુછપરછ કરતા આ નકલી નોટ બાબતે તેને કોઈ ખબર નહીં હોવાનું કહેતા આ મામલે તેને ડુપ્લીકેટ નોટ ધાબડનાર અજાણ્યા શખ્સ સામે યુનિ.પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વિગતો મુજબ બેન્કના બ્રાંચ ઓપરેશન હેડ દર્શન ખંભોળીયા (ઉ.વ.42 2હે. શિલ્પનનોવા એપાર્ટમેન્ટ, યુનિ. રોડ)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે સાતેક માસથી નોકરી કરે છે. આ શાખામાં કેશીયર તરીકે અનમોલ શેખાવત છે. આજે બપોરે તે ઓફિસમાં હતા ત્યારે કેશીયર અનમોલે તેની પાસે આવી વાત કરી હતી કે, કાર લોન ધરાવતા ચિરાગભાઈ પોપટ અને તેની સાથેના કેતનભાઈ બારોટ તેમની લોન કલીયર કરાવવા માટે આવ્યા છે.

તેમની કાર લોન 14.83લાખ હોય જે કલીયર કરાવવા માટે તેમણે અલગ-અલગ દરની નોટો જમા કરાવી છે, જે નોટો ચેક કરતા રૂા.500ના દરની 26 નોટો નકલી હોવાનું જણાય છે. આ વાત સાંભળી તે કેશ વિભાગમાં જઈ જોતા ચિરાગભાઈ અને કેતનભાઈ રૂપિયા જમા કરાવેલા રૂા.2000ની એક, 500ના દરની 2861, 200ની બે, 100ની પ01 નોટજમા કરાવી હતી.

જેનોટોમાં રૂા.500ના દરની26 નોટનકલી હોવાનું જાણવા મળતા. આ મામલે ખાતેદાર ચિરાગભાઈ સહિત બન્નેને પૂછતાં તેમણે આ બાબતે કોઈ ખ્યાલ નહી હોવાનું જણાવ્યું હતું. આથી બ્રાંચ મેનેજરને જાણ કર્યા બાદ પોલીસે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.